તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:પાસપોર્ટ-આધારની 10 દિવસે, કાચા લાઇસન્સની ત્રણ મહિને પણ એપોઇન્ટમેન્ટ મળતી નથી

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
  • શહેરમાં રોજ 360 જેટલી અરજી આવે છે

શહેરમાં આધારકાર્ડ, પાસપોર્ટ, જન્મ-મરણ, પુરવઠા, જનસેવા અને દસ્તાવેજની કામગીરમાં 10 દિવસે એપોઇન્ટમેન્ટ મળી જાય છે, પરંતુ વાહનના કાચા લાઇસન્સમાં લોકોને 3 મહિના સુધી રાહ જોવી પડે છે. લોકોની સુવિધા માટે રોજની આધારકાર્ડમાં 350 અને પાસપોર્ટમાં 320 એપોઇમેન્ટ હોય છે. જેની સામે કાચા લાઇસન્સમાં રોજની 360 એપોઇમેન્ટ હોવા છતાં લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે. શહેરમાં દસ્તાવેજોની સેવા આપતી સરકારી સંસ્થાઓમાં જાત-તપાસ કરી રોજબરોજ અપાતી એપોઇમેન્ટ અંગે મેળવેલી માહિતીમાં બહાર આવેલી વિગતો મુજબ કાચાં લાઇસન્સ સિવાય વિવિધ દસ્તાવેજોમાં દસ દિવસમાં એપોઇમેન્ટ મળી જાય છે. માત્ર કાચા લાઇસન્સમાં જ એપોઇમેન્ટ મળતી નથી. સરકાર દ્વારા લોકોની હાલાકી દૂર કરવા માત્ર કાચાં લાઇસન્સમાં જ આયોજન નથી. આ સિવાય પ્રત્યેક દસ્તાવેજો વધુમાં વધુ દસ દિવસમાં મળી જાય છે.

કઈ એપોઇન્ટમેન્ટ કેટલા દિવસે મળે છે
આધારકાર્ડ:
નવરંગુપરા ઉપરાંત 7 સેન્ટરમાં કામગીરી ચાલે છે. જેમાં રોજ 550 એપોઇમેન્ટ મળે છે. 7 દિવસે એપોઇમેન્ટ મળે છે.
પુરવઠાની કચેરીમાં રોજની 2100 અરજીનો નિકાલ થાય છે: પુરવઠાની 14 કચેરીઓમાં રોજની 2100 અરજીઓ આવે છે. તમામનો સ્થળ પર નિકાલ કરાય છે. સાતથી દસ દિવસમાં એપોઇમેન્ટ મળે છે.
પાસપોર્ટમાં રોજની 320 અરજીનો નિકાલ: પાસપોર્ટની કચેરીમાં રોજની 320 અરજીનો નિકાલ થાય છે. સાતથી દસ દિવસમાં એપોઇમેન્ટ મળી જાય છે.
કાચા લાઇસન્સમાં ડબલ્યુએએની 120 મળી રોજની 360 અરજી: કાચા લાઇસન્સમાં બોડકદેવની ડબલ્યુએએની 120 સહિત છ આઇટીઆઇ કચેરી મળી રોજની 360 એપોઇમેન્ટ છે. જેમાં વાહન ચાલકોને ત્રણ મહિના સુધી રાહ જોવી પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો