અમદાવાદ પોલીસની કાર્યવાહી:સિંધુભવન રોડ પર દારૂ પી બૂમો પાડતા ત્રણ પકાડાયા, અકસ્માત થાય તે રીતે એક્ટિવા ચલાવતા હતા

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 મિત્રો સાથે રાત્રે ફરવા માટે નીકળ્યા હતા

સિંધુભવન રોડ પર મોડીરાતે એક્ટિવા પર નીકળેલા ત્રણ લોકો સર્પાકારે વાહન ચલાવી મોટેથી બૂમો પાડી અન્ય વાહનચાલકોને હેરાન પરેશાન કરતા હતા. આ અંગે વસ્ત્રાપુર પોલીસ ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં તેઓ દારૂના નશામાં હોવાથી તેમની વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, વસ્ત્રાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાતના 1 વાગ્યાના સુમારે તેમને માહિતી મળી હતી કે કેટલાક ઈસમો ભયજનક રીતે વાહન ચલાવી જોરજોરથી બૂમો પાડી રહ્યા છે. માહિતીના આધારે વસ્ત્રાપુર પોલીસની ટીમે આગળની તરફ નાકાબંધી કરી રહેલી અન્ય ટીમને માહિતી આપતા પોલીસટીમે એક્ટિવા પર આવી રહેલા ત્રણ યુવકોને રોકીને તપાસ કરતા ત્રણે દારૂ પીધેલી હાલતમાં હોવાનુ જાણવા મળ્યુ હતુ.

પોલીસે ત્રણેયના નામ પૂછતા તેમાં દ્રવિડ માથુરભાઈ લંગાણી(ઉં.21 રહે, રાજ પ્લાઝા, ગુરુકુલ રોડ, મુળ પાલનપુર), રાજુસિંઘ અશોકસિંઘ સિંઘ(ઉં.33, રહે. ત્રિલોક રો હાઉસ, લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર) અને સુરંદર પ્રકાશદાસ વૈષ્ણવ(ઉં. 29 રહે. જાનકી રેસીડેન્સી, ભાયંદર, થાને મહારાષ્ટ્ર) હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ત્રણે મિત્રો વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કર હતી. આ સાથે તેમના વાહનની તપાસ કરી તેને પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...