શિક્ષણ:અમદાવાદના GTUમાં જીએસએમએસ દ્વારા એનબીએ એક્રેડિટેશન વિષય પર ઈ- સેમિનાર યોજાયો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ફાઈલ તસવીર
  • ઈ- સેમિનારમાં દેશભરના જુદા જુદા શહેરોમાંથી 100થી વધુ ફેકલ્ટીઝ જોડાયા

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) અને એઆઈસીટીઈના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જ "એનબીએ એક્રેડિટેશન ફોર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂશન્સ” વિષય પર ઈ-સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેના ઉદ્દધાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જમ્મુ યુનિવર્સિટીની ધ બિઝનેસ સ્કૂલના ડિન ડૉ. કેશવ શર્મા ડિજીટલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતાં.

6 દિવસીય ઈ-સેમિનારમાં ત્રિચીના પ્રો. વી. ગોપાલ, જીએસએમએસના ડાયરેક્ટર ડૉ.પંકજરાય પટેલ, આર. આર. ઇન્સ્ટિટ્યૂશન, બેંગ્લોરના ક્વોલિટી એશ્યોરન્સ સેલના ડિરેક્ટર ડૉ. માયા સલીમથ, શ્રી વી. કે. શ્રીરામા, ડૉ. પરાગ કલકર, ડૉ. શૈલેષ કાસંદે, પ્રો. બી. એસ. પબલા, ડૉ. ગરીમા માથુર, ડૉ. એસ.ડી. પંચાલ અને ડૉ. કૌશલ ભટ્ટ જેવા વિષય તજજ્ઞો દ્વારા ભાગ લેનાર ફેકલ્ટીઝને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઈ-સેમિનારના સફળ આયોજન બદલ જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા કો-ઓર્ડીનેટર ડૉ. શ્વેતા બામ્બુવાલા અને ડૉ. રાધિકા ગાંધી તથા સમગ્ર જીએસએમએસની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. ઈ-સેમિનારના ઉદ્દધાટન પ્રસંગે મુખ્ય અતિથી ડૉ. કેશવ શર્મા દ્વારા પ્રાસંગીક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ સંસ્થાઓ તેના સ્ટેક હોલ્ડર્સ અને ક્વૉલિટી એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે તો, સંસ્થા માટે તે એક નવી તાકાત તરીકે ઉભરીને આવશે. જેનાથી એક્રેડિટેશન મેળવવામાં સફળતા મળશે.

એફડીપીમાં જીટીયુ સાથે સંકળાયેલ મેનેજમેન્ટ સંસ્થાઓના 100થી વધારે ફેકલ્ટીઝે ભાગ લીધો હતો. તજજ્ઞો દ્વારા પણ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટને એનબીએ એક્રેડિટેશન મેળવવા માટેના સકારાત્મક પરિબળો પર વિસ્તૃત રીતે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત એક્રેડિટેશનથી મળતાં લાભો જેવા કે, ઉચ્ચત્તમ શિક્ષણ, વિદ્યાર્થી વિકાસ અને પ્લેસમેન્ટ સંબધીત ચર્ચા કરવામાં આવી હતી.