તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:અમદાવાદના નરોડા મેમકો રોડ પર યુવાનને ગુપ્તભાગમાં છરીઓ મારી મોતને ઘાટ ઉતારી દેવાયો

અમદાવાદ9 દિવસ પહેલા
 • પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક યુવાન પડ્યો હતો, પોલીસે તપાસ કરી તો યુવાનનો મૃતદેહ હતો
 • શહેરકોટડા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધ્યો

અમદાવાદના નરોડા મેમકો રોડ પર રવિવાર મોડી રાતે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે એક યુવાન રસ્તા પર સૂતેલો દેખતો હતો. પોલીસે યુવાનની તપાસ કરતા તેનું મોત થયું હતું. તેમજ તેના ગુપ્તભાગમાં છરીઓના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરપ્રદેશન અને હાલ અમદાવાદમાં મંજૂરી કામ કરતા જીતેન્દ્ર રામ ભરોસે કુશવાહએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છેકે, તેનો કાકાનો દિકરો રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહ રવિવારે સાંજે મજૂરીકામ કરિને એક વ્યક્તિ સાથે બહાર ગયો હતો.

ત્યારબાદ જીતેન્દ્ર ઘરે સૂતો હતો. ત્યારે તેના મોબાઈલ પર પોલીસનો ફોન આવ્યો કે, બચ્ચનની લાશ નરોડા રોડ પાસે પડી છે ત્યાં જઈને જોતા બચ્ચનના ગુપ્તભાગના તેમજ પાછળના ભાગે છરીઓના ઘા મરેલા હતા. પરંતુ કોણે આ હત્યા કરી તે વિશે કોઈને જાણ ન હતી. હાલ શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા શખ્સને પકડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો