અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ કરતા વધારે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવી રહી છે. અલગ અલગ રીતે ડ્રગ્સ લોકો સુધી પહોંચી રહ્યું છે. અનેક યુવાનો ડ્રગ્સની લતે ચડી ગયા છે આ બધાની વચ્ચે આજે ફરી એક વખત એસ.ઓ.જીએ 20 કિલો ડ્રગ્સ એટલે કે ગાંજો ઝડપી પાડ્યો છે. આ ગાંજો તેઓ રિટેલમાં વેચતા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. હવે આ સમગ્ર રેકેટના પર્દાફાશ કરવા માટે એસ.ઓ.જીની ટીમે પકડાયેલા ત્રણ આરોપીને સઘન પૂછપરછ હાથ ધરી છે.
વિગતો મુજબ, SOGના પી.આઇ એ.ડી.પરમાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે મુકેશ રાવળ, દિલીપ બજરંગે અને રાજેશ પ્રજાપતિ નામના ત્રણ શખ્સોને ગાંજો લઈને જતા શહેરકોટડા પાસેથી ઝડપી લીધા હતા. આરોપીઓના કબ્જામાંથી ગેરકાયદેસરનો ગાંજાનો 20 કિલોનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.2 લાખથી વધુ થવા જાય છે. આ સાથે જ અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ 2.52 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરીને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે.
વસ્ત્રાપુરમાંથી ડ્રગ્સ-ગાંજા સાથે
નોંધનીય છે હાલમાં જ ગુજરાત એટીએસએ ડ્રગ્સની બદીને ડામવા માટે કવાયત હાથ ધરી છે. દરિયામાં મોટા જથ્થા બાદ હવે નાના ડીલરને પકડવા માટે સક્રિય બની છે. એટીએસને બાતમી મળતા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી એક શખસની એમ.ડી ડ્રગ્સ, ચરસ અને ગાંજા સાથે ધરપકડ કરી હતી. જેમાં 80 ગ્રામ એમ.ડી, 325 ગ્રામ ચરસ, સાડા ત્રણ કિલો ગાંજો મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.