ઓમિક્રોનની દહેશત:ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીની અમદાવાદ સિવિલમાં સારવાર, હાલ તબિયત સ્થિર, જીનોમ સિકવન્સ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સિવિલનો ઓમિક્રોન દર્દી માટેનો અલાયદો વોર્ડ - Divya Bhaskar
અમદાવાદ સિવિલનો ઓમિક્રોન દર્દી માટેનો અલાયદો વોર્ડ
  • આ દર્દી એ સિમ્પ્ટોમેટિક છે અને કોઈ ગંભીર લક્ષણ દેખાતા નથી

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને ઉગતો ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ હાથ ધરવમાં આવી રહ્યું છે, જેમાં લંડનથી દુબઈ થઈને આવેલા પેસેન્જરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અસારવા સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરાઈ છે. હાલ તેની હાલત સ્થિર છે.

અસારવા સિવિલ ખાતે 1200 બેડ હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દીઓ માટે બનાવવામાં આવેલા અલાયદા વોર્ડમાં તેને સારવાર આપવામાં આવી રહી છે. દર્દીની તબિયતની વાત કરીએ તો હાલમાં તે બિલકુલ સ્વસ્થ છે, જેથી ડોકટરોએ પણ હાશકારો અનુભવ્યો છે. 48 વર્ષીય આ મુસાફર લંડનથી નીકળ્યા ત્યારે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ અમદાવાદ એરપોર્ટ ખાતે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર આપવામાં આવી રહી છે. આ દર્દી એ સિમ્પ્ટોમેટિક છે અને કોઈ ગંભીર લક્ષણ દેખાતા નથી. આ દર્દીના જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવ્યા છે અને હાલમાં ડોકટરોએ દર્દીને ઓબ્ઝર્વેશન માટે રાખ્યા છે.

શહેરમાં બુધવારે 8 દિવસ બાદ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા
15 ડિસેમ્બરના રોજ શહેરમાં કોરોનાના 8 કેસ સામે આવ્યા હતા. જ્યારે 17 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કર્યાં હતા. શહેરમાં 8 દિવસ બાદ કોરોનાના કેસ સિંગલ ડિજિટમાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 5 કેસ નોંધાયા
ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના પાંચ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં જામનગરમાં ત્રણ, સુરતમાં એક અને 16 ડિસેમ્બરે મહેસાણા જિલ્લામાં ઓમિક્રોન વેરિએન્ટનો એક કેસ સામે નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...