હવે ભૂલ ભારે પડશે:ઓમિક્રોનના દર્દીઓ અન્યને કરી રહ્યાં છે પોઝિટિવ, 9 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • અમદાવાદની હોસ્પિટલમાં દાખલ દર્દીઓના 50 ટકા દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટના

અમદાવાદમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. પહેલા માત્ર વિદેશથી આવતા લોકોમાં જ ઓમિક્રોનના લક્ષણો જોવા મળતા હતા પરંતુ હવે ધીરે-ધીરે વિદેશથી આવેલા લોકો પણ અન્યને ઓમિક્રોન સંક્રમિત કરી રહ્યા છે જેના કારણે અમદાવાદમાં દરરોજ 10થી 15 ઓમિક્રોનના દર્દીઓ સામે આવી રહ્યા છે. આ દર્દીઓમાં 9 જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલે કે એ લોકો ઓમિક્રોનના દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદ પોઝિટિવ થયા છે. અમદાવાદમાં કોરોનાની સાથે ઓમિક્રોનનું સંક્રમણ પણ ઝડપથી ફેલાય છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

અમદાવાદમાં 57 ઓમિક્રોન દર્દી નોંધાયા
શહેરમાં રોજ 500થી વધુ કોરોના કેસ આવી રહ્યાં છે તેની સામે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના 50 ટકા જેટલા દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટ ધરાવતા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 57 ઓમિક્રોનના દર્દી નોંધાયા છે જ્યારે 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના કારણે એકપણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. સિવિલમાં ઓમિક્રોનના 4 દર્દીઓ સારવાર હેઠળ છે. આ વોર્ડમાં અન્ય 5 દર્દી શકમંદ છે. જેમાથી બેની ટ્રાવેલ હિસ્ટ્રી છે. શહેરમાં મોટાભાગના ઓમિક્રોન દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જ્યારે અન્ય શકમંદ દર્દીઓ જીનોમ રીપોર્ટ આવ્યા બાદ તેની સ્થિતિ જાણી શકાશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં કુલ 16 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 6 પુરુષ અને 1 સ્ત્રી મળીને સૌથી વધુ 7 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. આણંદમાં અને વડોદરા શહેરમાં 2-2, કચ્છ, ખેડા, જામનગર, જામનગર શહેર અને સુરત શહેરમાં 1-1 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 152 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે 85 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. ઓમિક્રોનના એક પણ દર્દીનું હજુ સુધી રાજ્યમાં મોત થયું નથી.

કોરોના 5858 એક્ટિવ કેસ, 16 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 35 હજાર 28ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 123 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 19 હજાર 47 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5858 એક્ટિવ કેસ છે, જેમાંથી 16 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 5842 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...