તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનદાતા ડોક્ટર:અમદાવાદની કિડની હોસ્પિટલમાં 13 વર્ષના યશને મળ્યું નવજીવન, પિતાએ કિડની દાન કરી, ટ્રાન્સપ્લાન્ટ બાદ થઈ ગંભીર બીમારી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
કિડની હોસ્પિટલમાં સારવાર બાદ સ્વસ્થ થયેલા યશની તસવીર - Divya Bhaskar
કિડની હોસ્પિટલમાં સારવાર બાદ સ્વસ્થ થયેલા યશની તસવીર
  • 13 વર્ષના યશની કિડની ટ્રાન્સપ્લાન્ટથી લઈ પ્લાઝમાફેરેસિસ થેરાપી સુધી 25 લાખની સારવાર નિઃશુલ્ક થઈ
  • કિડની ટ્રાન્સપ્લાન્ટના 1 દિવસમાં જ નેફ્રોટિક સિન્ડ્રોમ નામની બીમારી થઈ ગઈ.
  • દીકરાની પીડા જોઈ ન શકાતા પિતાએ એક કિડની દાન કરી હતી.

અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)માં અત્યાર સુધીમાં ઘણા દર્દીઓને કિડની સંબંધીત બીમારીઓથી છૂટકારો અપાવ્યો છે. 13 વર્ષીય યશને સ્કુલમાં અભ્યાસ કરી અને બાકીનો સમય રમત-ગમતમાં પાસર કરી ખુશખુશાલ જીવન વ્યતિત કરી રહ્યો હતો. વર્ષ 2018માં યશની કિડની ફેલ થવાની તેના પરિવારજનોને જાણ થઇ. જે સાંભળી પરિવારજનોના પગ તળે જમીન ખસી ગઇ !! આ સમસ્યાની સારવારના ભાગરૂપે ડાયાલિસીસની જરૂરિયાત જણાઇ આવતા નિયમિત ડાયાલિસીસ શરૂ કરાવવામાં આવ્યું.

બાળકની વેદના વળી પિતા કેમની જોઇ શકે? ગમે તે ભોગે પોતાના 13 વર્ષીય બાળક યશને બચાવવા તેના પિતા અથાગ મહેનત કરી રહ્યાં હતા. તેઓએ કિડની હોસ્પિટલના તબીબોને પોતાની કિડની બાળકમાં પ્રત્યારોપણ કરવા માટેનો પણ પ્રસ્તાવ મૂક્યો. સદભાગ્યે યશના પિતાનું કેડેવર યશથી મળી આવ્યું અને 2019માં પોતાના પિતા દ્વારા દાન કરાયેલી કિડનીના પ્રત્યારોપણ થકી યશને નવજીવન મળ્યું. પરંતુ દુર્ભાગ્યનું પૈડું અહીંયા થંભે એવું તો ક્યાં હતું....યશના પિતા દ્વારા દાન કરાયેલી કિડની વળે કરવામાં આવેલા પ્રત્યારોપણ બાદ એક જ દિવસમાં યશ “નેફ્રોટિક સિન્ડ્રોમ” નામની બિમારીથી પીડાતો થયો. જે સમગ્ર વિશ્વમાં જૂજ પ્રમાણમાં જોવા મળતી બિમારી છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ જવાનું હતું જોખમ
યશની સારવાર કરનારા પીડિયાટ્રીક નેફ્રોલોજીસ્ટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અંશુમાન સાહાએ જણાવ્યું હતું કે, અમારા માટે યશની સ્થિતિને પલટાવી દેવી તે એક કપરો તબીબી પડકાર હતો. જ્યારે દરેકને લગભગ ખાતરી હતી કે પ્રત્યારોપિત કિડની અંતમાં નિષ્ફળ થઈ જશે.

પિતાએ આપેલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયા બાદ બીમારી થઈ
પિતાએ આપેલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયા બાદ બીમારી થઈ

પ્લાઝમાફેરેસિસની થેરાપીથી કરાઈ સારવાર
યશની સમસ્યા માટે પ્લાઝમાફેરેસિસનો એક જ વિકપ્લ બાકી હતો. જેમાં લોહી પાછું ખેંચીને પ્લાઝમા અને કોષોને અલગ કરીને કોષોને રક્તપ્રવાહમાં ફરીથી સ્થાનાંતરીત કરીને લોહીમાંથી પ્લાઝમા દૂર કરાય છે. પ્લાઝમાફેરેસિસના 50 સેશન્સ બાદ ધાર્યુ પરિણામ મળવાનું શરૂ થયું.અને તબીબોની મહેનત અને માતા-પિતાની તબીબોમાં રાખેલી શ્રધ્ધા કામે લાગી. આજે યશમાં પ્રત્યારોપણ થયેલ કિડની સામાન્ય સ્થિતિમાં 0.6 એમજી/ડીએલનું ક્રિએટિનાઇન લેવલ જાળવી રહી છે. આ થેરાપી માટે અમેરિકામાં સેશન દીઢ 2000 ડોલરનો ખર્ચ થાય છે. જ્યારે અમદાવાદના IKDRCમાં તેના માટે સેશન્સ દીઢ 15000 રૂપિયા લેવાય છે.

ટ્રાન્સપ્લાન્ટથી લઈ સારવાર સુધીમાં 25 લાખનો ખર્ચ
ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા યશને પચાસ પ્લાઝમાફેરેસિસ સેશન્સ આપ્યા બાદ કિડનીએ સકારાત્મક પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું. આ તેના માતા-પિતા માટે રાહતની ખબર હતી. યશના કિડની ટ્રાન્સપ્લાન્ટ, દવાઓ તથા 50 પ્લાઝમાફેરેસિસ સેશન માટે 25 લાખ રૂપિયાનો ખર્ચ થયો. જોકે ગીર સોમનાથ જિલ્લાના સોનપરા ગામના ખેડૂત પરિવારથી આવતા યશના માતા-પિતા માટે આ બીલ જમા કરવું અશક્ય હતું.

સરકારની યોજનાથી ખેડૂત પરિવારનો યશ સાજો થયો
યશની સારવાર કરનારા ડોક્ટર મિશ્રાએ કહ્યું કે, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સારવારનો તમામ ખર્ચ આવરી લેવાની વ્યવસ્થા કરાતા પરિવાર બીલ ભરવામાંથી મુક્ત થઈ ગયો હતો. તેમણે કહ્યું, જટિલ બીમારીઓથી પીડાતા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પરિવારની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે વિશેષ કાર્યક્રમ બનાવ્યો છે.' જેના લાભ યશને મળ્યો અને તેની સફળ સારવાર થઈ શકી. આમ કિડની ડિસિઝ રિસર્ચ સેન્ટરના તબીબોએ યશને નવજીવન આપ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો