તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદી વૃદ્ધા કોરોનાને ભરખી ગયા:બે બ્રેઈન હેમરેજ, ડાયાબિટિસ, કરોડરજ્જૂનું ઓપરેશન અને બે વર્ષથી પેરેલિટિકલ છતાં ઘરે રહીને જ કોરોનાને હરાવ્યો

અમદાવાદ11 દિવસ પહેલા
દીકરી કલ્યાણી ત્રિવેદી સાથે દેવયાની બહેન
  • હિંમતવાન દેવયાની બહેન સામે કોરોના હાંફી ગયો
  • નાકમાં છેલ્લાં બે વર્ષથી રાઇસ ટ્યુબ નાખેલી છે અને થાપામાં બે પ્લેટ છે

કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન ગંભીર બીમારીવાળા અને મોટી ઉંમરના દર્દી પર ખૂબ જ ખરાબ રીતે હુમલો કરે છે. જેને લીધે ગંભીર બીમારીથી પીડાતા દર્દીના ટપોટપ મોત થઈ રહ્યા છે. જો કે ઘણા કિસ્સમાં ગંભીર બીમારીઓ કરતા પણ દર્દીનો વીલ પાવર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, એવા પણ ઘણા કિસ્સાઓ છે જેમાં અનેક બીમારીઓ હોવાછતાં કોરોનાને હંફાવી દે છે. અમદાવાદમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. શહેરના શબરી ટાવરમાં રહેતાં 77 વર્ષીય દેવયાની બહેન ત્રિવેદીએ કોરોનાને 14 દિવસમાં મ્હાત આપી છે. દેવયાની બહેનને બેવાર બ્રેઇન હેમરેજ થયું હતું. આ ઉપરાંત, કરોડરજ્જુનું ઓપરેશન અને છેલ્લાં બે વર્ષથી પેરેલિટિકલ અને અનેક રોગોથી પીડાતાં હોવાં છતાં દેવયાની બહેને મજબૂત મનોબળ દ્વારા હોમ ક્વોરન્ટીન થઈને કોરોનાને હરાવ્યો છે.

ડૉક્ટરે રાઇસ ટ્યુબ બદલાવ્યા પછી સંક્રમિત થયાં
દેવયાની બહેન ઘણાં રોગથી પીડાય છે. તેમને છેલ્લાં 20 વર્ષથી ડાયાબિટીસ છે. જેની દવા પણ ચાલુ છે. આ ઉપરાંત તેમના નાકમાં છેલ્લાં બે વર્ષથી રાઇસ ટ્યુબ નાખેલી છે. જેને અઢી મહિને બદલવાની હોય છે. એવામાં ટ્યુબ તેમના હાથે કાઢી નાખી હતી. જમવાની તકલીફને પડતી હોવાને લીધે તાત્કાલિક રાઇસ ટ્યુબ નાખવાની સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન રાઇસ ટ્યુબ ડૉક્ટરે બદલી ત્યારે દેવયાની બહેન કોરોના સંક્રમિત થયાં હતાં. આ ઉપરાંત તેમના થાપામાં પણ બે પ્લેટ નાંખેલી છે.

દેવયાની બહેને ન તો ધીરજ ગુમાવી કે ન તો હિંમત હાર્યા
દેવયાની બહેને ન તો ધીરજ ગુમાવી કે ન તો હિંમત હાર્યા

70 સુધી પહોંચેલું ઓક્સિજન લેવલ પ્રોન થેરાપીથી 97 કર્યું
જ્યારે દેવયાની બહેન ઓક્સિજન લેવલ પણ 70 જ હતું. આ સ્થિતિમાં ભલ ભલા હિંમતવાન લોકો પણ એક સમયે તો ધીરજ ગુમાવી દે. પરંતુ દેવયાની બહેને ન તો ધીરજ ગુમાવી કે ન તો હિંમત હાર્યા. તેઓ આજની સ્થિતિમાં સામાન્ય લક્ષણોમાં હોસ્પિટલે દોડી જતા દર્દીઓ માટે આદર્શ સમાન છે. કોરોના થયાં પછી તેમણે હોમ ક્વોરન્ટીન થવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન તેમનું ઓક્સિજન લેવલ પણ 70 સુધી પહોંચી ગયું હતું. પરંતુ સતત ચાર કલાક સુધી ઉલટા સૂઈ(પ્રોન થેરાપી) અને ઓશિકા થેરાપીની મદદથી ઓક્સિજન લેવલ 96-97 પહોંચાડી દીધું હતું.

સંક્રમિત થયાંના બે દિવસ પછી 102 ડિગ્રી તાવ રહ્યો હતો
સંક્રમિત થયાંના બે દિવસ પછી 102 ડિગ્રી તાવ રહ્યો હતો

દીકરીની મહેનત રંગ લાવી
દેવયાની બહેનને 14 દિવસ ઘરના સભ્યોએ રાત દિવસ મહેનત કરીને કોરોનામાંથી ઉગાર્યા છે. દેવયાનીબહેન કોરોના સંક્રમિત થયાં પછી તેમના પરિવારના સભ્યોએ ખાસ કાળજી રાખી તેમની સારવાર કરી હતી. સંક્રમિત થયાંના બે દિવસ પછી 102 ડિગ્રી તાવ રહ્યો હતો. તેમના દીકરી કલ્યાણી ત્રિવેદીએ પીપીઈ કિટ પહેરીને તેમની ભોજન વ્યવસ્થા, તેમને સમયસર દવાઓ આપવાની વ્યવસ્થા કરી હતી. આ દરમિયાન ખુદ પોતે પણ આયુર્વેદિક દવાઓ લઈ કોરોનાથી પ્રોટેક્શન લીધું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો