તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી વીએસ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાંથી વેજલપુરના 69 વર્ષના વૃદ્ધાની ડેડબોડી અદલાબદલી થઈ જતા હોબાળો મચી ગયો છે. વેજલપુરમાં રહેતા લેખાબેન ચંદનું 11મી નવેમ્બરના રોજ કૂદરતી રીતે મોત થયું હતું. જેથી અંતિમવિધિ કરવા માટે તેમનો પુત્ર કેનેડાથી અમદાવાદ આવ્યો હતો. પરંતુ વીએસ હોસ્પિટલમાં ડેડબોડી લેવા જતા બીજા કોઈને અપાઈ ગઈ હોવાથી જાણ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. આ મામલે એલિસબ્રિજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ પીએમ રૂમમાં પહોંચી હતી. જેની સાથે ડેડબોડી બદલાઈ ગઈ હતી તેઓએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. જે વ્યક્તિ બોડી લઈ ગયો હતો તેની એલિસબ્રિજ પોલીસે અટકાયત કરી છે.
13મી તારીખે પાલડીમાં રહેતો રાજીવ બગડીયા નામનો વ્યક્તિ પોતાની માતાની ડેડબોડી વીએસ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાંથી લઈ ગયો હતો. જે બોડી લઈ ગયો તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ રાજીવની પૂછપરછ કરી રહી છે.
શું છે સમગ્ર ઘટના?
વેજલપુરમાં રહેતા લેખાબેન ચંદનું 11મી નવેમ્બરના રોજ કૂદરતી રીતે મોત થયું હતું. તેમનો એક પુત્ર અમદાવાદ અને બીજો પુત્ર અમિત કેનેડા રહે છે. અમિતને માતાના મૃત્યુ અંગે જાણ કરવામાં આવી હતી. અમિત ચંદે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા માતાના અવસાનની જાણ થતાં હું કેનેડાથી અમદાવાદ આવવા નીકળ્યો હતો. મારો ભાઈ કોરોના પોઝિટિવ છે અને તેઓ આઇસોલેશનમાં છે જેથી તમામ વિધિ માટે હું અમદાવાદ આવું ત્યાં સુધી બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા મિત્રને કહ્યું હતું. મિત્ર ડેડબોડીને વીએસ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મૂકી આવ્યા હતા. ગઈકાલે સવારે હું અમદાવાદ આવ્યો હતો અને આજે સવારે અંતિમવિધિ કરવાની હતી. દરમ્યાનમાં આજે સવારે જ્યારે મિત્ર બોડી લેવા વીએસના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં ગયા ત્યારે મહિલાની કોઈ ડેડબોડી ન હતી. અમે આવી અહીંયા સત્તાધીશોને અને RMO સહિત તમામ લોકોને પૂછ્યું છતાં કોઈ જવાબ નથી આપતાં.
વીએસ હોસ્પિટલના પીએમ રૂમમાં કોઈ જ સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. કોલ્ડ સ્ટોરેજ રૂમ, પોસ્ટ મોર્ટમ રૂમ, ડેટા રૂમ કોઈ જ જગ્યાએ સીસીટીવી ફૂટેજ નથી તો પોલીસ તપાસ કઈ રીતે કરવામાં આવશે. જાહેર જગ્યા હોય કે સરકારી ઓફિસ તમામ જગ્યાએ સીસીટીવી ફૂટેજ નથી. જો સામાન્ય માણસ સીસીટીવી ફૂટેજ નથી લગાવતો તો ગુનો નોંધવામાં આવે છે પરંતુ પોસ્ટમોર્ટમ રૂમમાં સીસીટીવી કેમેરા નથી તો શું કાર્યવાહી થશે?
એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઇ જી.કે. ભરવાડે જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. કોણે અને કોને ડેડબોડી આપી હતી તેની તપાસ કરી રહ્યાં છીએ. એક મહિલાની ડેડબોડી હાલમાં છે અને જેને ડેડબોડી આપવામાં આવી છે તેના પરિવારને બોલાવવામાં આવ્યા છે. તેમની પૂછપરછ અને ડેડબોડીનો ઓળખ બાદ સમગ્ર વાત સામે આવશે. તપાસ બાદ ગુનો બનશે તો ફરિયાદ નોંધવામાં આવશે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.