તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જૂની RC બુક, લાઈસન્સ એપ્રુવ કરવામાં વિલંબથી લોકો પરેશાન, પ્રોસેસ ઓનલાઈન હોવા છતાં RTO જવું પડે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ખરીદનાર ટેક્સ કલીયર, લોન દાખલ-કેન્સલ માટે ધક્કા ખાય છે

સુભાષબ્રિજ આરટીઓમાં વાહનની જૂની આરસીબુક અને લાઇસન્સના એપ્રુવલથી લઇ વાહન ખરીદનારને ટેક્સ ક્લીયર અને લોન દાખલ-કેન્સલ માટે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે. વસ્ત્રાલમાં અરજદારોને એજન્ટનો સહારો લેવો પડે છે. સરકાર દ્વારા ઓનલાઇન પ્રોસેસ કરાઇ હોવા છતાં ઘણાં અરજદારોએ આરટીઓનો ધક્કો ખાવો પડે છે.

વાહન ટ્રાન્સફરમાં માલિકને રૂબરૂમાં આવવાનો આગ્રહ રખાય છે. 2010 પહેલા વાહનના લાઇસન્સ, રિન્યુ, ડુપ્લિકેટ ઉપરાંત વાહન ટેસ્ટ પછી લાઇસન્સના એપ્રુવલ પેન્ડિંગ રહે છે. જેના એપ્રુવલ માટ આરટીઓના ધક્કા ખાવા પડે છે. વાહન પર લોન દાખલ કરવાની હોય કે કેન્સલ કરવાની, વાહન ટ્રાન્સફર સહિત અન્ય આનુષાંગિક કાર્યવાહીને એપ્રુવલ આપવામાં વધુ સમય જાય છે. ચોપડીવાળી આરસીબુકના બેકલોગ માટે આરટીઓના ધક્કા ખાવા પડે છે અને બેકલોગ થાય તો ફરી વેરીફિકેશનમાં વિલંબ થાય છે.

વાહન ટ્રાન્સફરમાં માલિકની જરૂર નથી
આરટીઓના અધિકારીઓએ કહ્યું કે, વાહન ટ્રાન્સફરની અરજીમાં માલિકના બદલે પરિવારના કોઇ પણ સભ્ય આવે તો માન્ય રહે છે. જૂની આરસીબુકમાં તમામ પુરાવા મોકલવાના હોય છે, પણ મોકલાતા નહીં હોવાથી બેકલોગમાં વિલંબ થાય છે અને વેરિફિકેશનમાં સમય લાગે છે. અરજદારોએ ઓનલાઇન પ્રોસેસ કર્યા પછી તેની ચકાસણી કરવી પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...