અમદાવાદના સરસપુરમાં રહેતા બીજલ દતાંણીને આરોપી તેજસ્વીની માતા શીતલ સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ તેજસ્વીની ને માતાનો પ્રેમ સંબંધ સ્વીકાર ન હતો. જેથી પ્રેમી કરણ સાથે મળીને માતાના પ્રેમીને મારવાનું ષડ્યંત્ર રચ્યુ હતું. અને માતાના પ્રેમીને મોડી રાત્રે એકલો જોઈને બન્ને આરોપીએ ખુબજ માર માર્યો અને હત્યા કરી દીધી હતી.
પોલીસે તેજસ્વી અને તેના પ્રેમીની ધરપકડ કરી
આ હત્યાની જાણ તેજસ્વીની માતા શીતલને થતા તેને વહેલી સવારે 4 વાગે બીજલની શોધખોળ શરૂ કરી હતી અને પોતાની દીકરી બીજલની હત્યા કરી દેશે તેવી વાત મૃતકની માતા મધુબેન પણ કહી હતી. આ દરમ્યાન બીજલભાઈનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે આ હત્યા કેસમાં તેજસ્વી અને તેના પ્રેમી કરણની ધરપકડ કરી.
શીતલના પતિનું 8 મહિના પહેલા અવસાન થયું હતું
મૃતક બીજલ અને આરોપીની માતા શીતલ વચ્ચે છેલ્લા 7 વર્ષથી પ્રેમ સંબંધ છે. બીજલ પરણિત છે અને બે સંતાનનો પિતા પણ છે. પરંતુ પત્નીને બીજલના પ્રેમ સંબંધની જાણ થતાં તે છેલ્લા 5 વર્ષથી રિસાઈને પિયર જતી રહી છે. જ્યારે શીતલના પતિનું પણ 8 મહિના પહેલા અવસાન થઈ ગયું. જેથી બન્ને આધેડ પ્રેમીઓએ સમાજ કે પરિવાર ના ડર વગર મળવાનું શરૂ કર્યું. આ પ્રેમ શીતલની દીકરી તેજસ્વીની સ્વીકાર ન હતો. તેઓ વચ્ચે અનેક વખત તકરાર થઈ ગઈ હતી. જેથી તેજસ્વીએ માતાના પ્રેમીનો કાંટો કાઢી નાખવાનો નિર્ણય કર્યો અને પ્રેમી કરણ સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું. મૃતકને મોડી રાત્રે એકલો જોઈને બન્ને આરોપીએ ખુબજ માર માર્યો અને હત્યા કરી દીધી.
ગોમતીપુર પોલીસે હત્યા કેસમાં આરોપી તેજસ્વી અને કરણની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરાવ્યું. આ બંને આરોપી કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. હાલમાં પોલીસે આ હત્યા પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.