ચલ ઘર ચલે:જૂની સરકારના મંત્રીઓ નિરાશ ચહેરે કાર્યાલય ખાલી કરી રહ્યા છે, પોટલા ભરી ભરીને ફાઈલો વાહનમાં નાખી લઈ ગયા

ગાંધીનગર3 મહિનો પહેલા
સ્વર્ણિમ સંકૂલ-1માં જૂના મંત્રીઓના કાર્યાલય ખાલી કરાયા
  • સ્વર્ણિમ સંકૂલ-1માં જૂના મંત્રીઓના કાર્યાલય ખાલી કરાયા
  • ઓફિસ પરથી મંત્રીઓના નામના પાટીયા હટાવાયા

ગુજરાતમાંથી રૂપાણી સરકારની વિદાય બાદ જૂના એકપણ મંત્રીને રિપીટ કરવામાં ન આવતા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ ખાતેની ઓફિસમાંથી પોતાનો સર સામાન ખાલી કરવા પૂર્વ મંત્રીઓના અંગત સચિવોની દોડધામ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને નીતિન પટેલ સહિતના નારાજ મંત્રીઓને મંત્રીપદ નહીં મળવાનો અંદાજ હોવા છતાં આજે નવા મંત્રીમંડળની રચના બાદ પોતે કપાઈ ગયા હોવાથી છેલ્લી ઘડીએ ઓફિસો ખાલી કરવા લાગ્યા હતા.

નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળતા જૂના મંત્રીઓએ ઓફિસ ખાલી કરી
આજે રાજભવન ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમાપ્ત થતા જ સાંજે સ્વર્ણિમ સંકૂલની ઓફિસમાંથી સામાન ખાલી કરવા લાગ્યા હતા. આ દરમિયાન ઓફિસોમાંથી ફાઈલના પોટલાભરી ભરીને બહાર કાઢવામાં આવ્યા હતા. સામાનને લઈ જવા માટે વાહનો બોલાવી તેમાં ફાઈલો સહિતનો સામાન ભરવામાં આવ્યો હતો.

વાહનમાં ભરીને ફાઈલો લઈ જવામાં આવી
વાહનમાં ભરીને ફાઈલો લઈ જવામાં આવી

પોટલા ભરીને થેલા વાહનમાં ભરવામાં આવ્યા
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકૂલ-1 ખાતે જૂની સરકારમાં રહેલા મંત્રીઓ પણ મંત્રીપદ મળશે એવી અપેક્ષાએ બેસી રહ્યા હતા. પરંતુ મંત્રીમંડળમાં ન સમાવાતા નિઃશાસો નાખી કાર્યાલય ખાલી કરી રહ્યા છે. ઓફિસમાંથી તેમના નામના પાટીયાઓ ઉતરી ગયા છે. તેમના કાર્યાલયમાંથી થેલેથેલા ભરીને બધો સામાન કાઢીને વાહનોમાં ભરવામાં આવી રહ્યો છે. જેથી કરીને નવા મંત્રીઓને કાર્યાલય ફાળવી શકાય.