કરપીણ હત્યા:અમદાવાદમાં રમવા બાબતે ઝઘડો થતા મિત્રએ જ 16 વર્ષના છોકરાની છરીથી હત્યા કરી, 3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક સગીરની તસવીર - Divya Bhaskar
મૃતક સગીરની તસવીર
  • ટાબરીયા વચ્ચે રમતા રમતા વચ્ચે ઝઘડો, મિત્રએ જ મિત્રને છરીના ઘા માર્યા.
  • 16 વર્ષના છોકરાએ પોતાના જ મિત્રને છરીના ઘા મારતા મોત નિપજ્યું.
  • રખિયાલ પોલીસે સગીર છોકરાની હત્યાના આરોપમાં અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી.

અમદાવાદ શહેરમાં બાળકો વચ્ચેનો ઝઘડો હિંસક બન્યો છે. એક બાળકે બીજા બાળકને છરી મારતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેમાં બાળકનું મોત નીપજ્યું છે. હાલ આ અંગે પોલીસે ગુનો નોંધી બાળકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના રખિયાલમાં મોરારજી ચોક નજીક બાળકો રમી રહ્યા હતા. ત્યારે બે બાળકો વચ્ચે રમત બાબતે ઝઘડો થયો. આ ઝઘડો એટલો ઉગ્ર હતો કે એક કિશોરે છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી.

રમવા બાબતે તકરાર થતા કિશોરની હત્યા
ઘટના કંઈક એવી છે કે 16 વર્ષનો એક આઝમ પઠાણ પોતાના ઘર નજીક મિત્રો સાથે મેદાનમાં રમી રહ્યો હતો. આ રમત રમતમાં તેના સગીર વયના મિત્ર સાથે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર થયો કે મિત્રે આઝમને છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી. આ ઘટનાથી આઝમનો પરિવાર આક્રંદ કરી રહ્યો છે. 3 બહેનનો લાડકવાયો ભાઈ અને મા બાપએ એકનો એક દીકરો ગુમાવી દેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. આ પરિવાર ન્યાયની માગણી કરી રહ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સગીર આરોપીની પોલીસે અટકાયત કરી
રમત રમતમાં બે મિત્રોનો ઝઘડો ખૂની ખેલમાં બદલાઈ ગયો. રખિયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતક કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યો. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર પોલીસ સ્ટેશનમાં હાજર થતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, બન્ને વચ્ચે રમવા બાબતે તકરાર થતા ઉશ્કેરાઈને હત્યા કરી દીધી. રખિયાલ પોલીસે હાલ કિશોરની અટકાયત કર્યા બાદ તેને જુવેનાઈલ કોર્ટેમાં રજૂ કરશે. પોલીસે હત્યામાં વપરાયેલી છરી જપ્ત કરીને એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.