બાળકોને નિ:શુક્લ હેલ્થકાર્ડ:ઓજસ ટ્રસ્ટ 5 હજાર બાળકને દત્તક લઈને કુપોષણ મુક્ત કરશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાપુનગરનાં બાળકોને નિ:શુક્લ હેલ્થકાર્ડ અપાશે

બાપુનગર, રખિયાલ, સરસપુર વિસ્તારના નાના બાળકો નિરોગી અને કુપોષણ મૂક્ત બને તે ઉદ્દેશ્ય સાથે ઓજસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 હજાર બાળકો દત્તક લેવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા આ તમામ બાળકોને દર મહિને સુવર્ણ પ્રાશન પીવડાવવામાં આવશે, જેથી બાળકો તંદુરસ્ત બને અને તેમની યાદશક્તિ વધે. આ બાળકોને માંદગી વખતે પ્રાથમિક સારવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં અપાશે.

જો કોઈ બાળકને ગંભીર બીમારી જણાશે તો ટ્રસ્ટની દેખરેખમાં તેમની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરાવાશે. ઓજસ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડો. હસમુખ સોનીએ જણાવ્યું કે, ટ્રસ્ટ દ્વારા દત્તક લેવાયેલા બાળકોને હેલ્થકાર્ડ આપવામાં આવશે. આ હેલ્થકાર્ડની મદદથી તમામ બાળકોની પ્રાથમિક સારવાર નિ:શુલ્ક કરવામાં આવશે. જો કોઈ બાળકને હૃદયરોગ, વાલ્વની બીમારી, કિડની, લકવા કે અન્ય કોઈ ગંભીર બીમારીનું નિદાન થશે તો તેની સારવારની તમામ વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...