તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ મોંઘવારી દઝાડશે:સીંગતેલ અને કપાસિયા તેલના પ્રતિ ડબ્બાએ રૂ.30 સુધીનો ભાવ વધારો ઝિંકાયો, એક અઠવાડિયામાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 60 વધી ગયો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પ્રતિ ડબ્બે સીંગતેલમાં રૂ. 10 અને કપાસિયા તેલમાં રૂ.30નો ભાવ વધારો ઝિંકાયો
  • ભાવ વધારા બાદ સિંગતેલના ડબાના રૂ.2680, કપાસિયાના રૂ. 2250 થયો
  • મોટા ભાગના યાર્ડ બંધ સ્થિતિમાં હોવાથી મગફળીની અછત: વેપારી

પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ પછી હવે ખાદ્યતેલે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. સિંગતેલના ભાવમાં શનિવારે રૂ.10ના ઘટાડા બાદ ફરી 20 રૂ.નો વધારો ઝિંકાયો છે. સિંગતેલના ડબાના ભાવ રૂ.2680એ અને કપાસિયા તેલના ડબાના ભાવ રૂ.2250એ પહોંચ્યા છે. છેલ્લાં એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો થતાં સિંગતેલનો ભાવ 2600ને પાર થયો છે. સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવવમાં પણ વધારો થઈ રહ્યો છે.

મોટા ભાગના યાર્ડ બંધ હોવાથી ભાવ વધ્યોઃ વેપારી
માધુપુરાના સિંગતેલના વેપારી દિલીપભાઈ કેશવ માલજીએ જણાવ્યું કે, મોટા ભાગના યાર્ડ બંધ સ્થિતિમાં હોવાથી મગફળીની અછત જોવા મળી રહી છે અને નાફેડ પાસેથી મળતી મગફળી ઊંચા ભાવની હોવાથી સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબાના ભાવ પણ 2200ને પાર ગયા છે. કપાસનો પાક ખેડૂતોના ઘરમાં હોવાથી માર્કેટમાં આવ્યો નથી. આથી કપાસની અછતને કરાણે ભાવમાં વધારો થતો જાય છે. કપાસિયાના તેલના ડબામાં વધારો થઇને હાલ રૂ. 2180થી 2250 ચાલી રહ્યા છે. મોટા ભાગના યાર્ડ બંધ હોવાથી મગફળીની અછત પણ ભાવવધારાનું કારણ છે.

જૂની-નવી બે પ્રકારની મગફળીનું તેલ ઉપલબ્ધ
હાલમાં બજારમાં જૂની અને નવી બે પ્રકારની મગફળીનું તેલ આવી રહ્યું છે, જેમાં 2650થી 2760 રૂપિયા સુધી સિંગતેલ બજારમાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બજારોમાં કોરોનાને કારણે લોકો સ્ટોક કરી તેલની વધુ ખરીદી કરી રહ્યા છે, જેના કારણે સિંગતેલ અને કપાસિયા તેલની માગ વધતાં ભાવમાં વધારો થયો છે. જો નાફેડ દ્વારા નીચા ભાવે મગફળી અપાય તો સિંગતેલના ભાવ ઘટી થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો