તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:અમદાવાદ જિલ્લાનાં 50 રસી કેન્દ્રો પર સોમવારથી ઓફલાઇન વેક્સિન અપાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લાની 16 લાખની વસ્તીમાંથી 6.16 લાખને વેક્સિન આપી દેવાઇ

જિલ્લામાં કોરોના સક્રમણના કેસ ઘટીને એક અથવા શૂન્યની આસપાસ આવે છે. જેની સામે જિલ્લામાં ઝડપથી વેક્સિનનેશન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ કરાઇ રહ્યા છે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ જિલ્લામાં સોમવારથી ઓફલાઇન રસીની કામગીરી શરૂ કરાશે. હાલ 50 સેન્ટરો પરથી વેક્સિનની કામગીરી ચાલે છે. જિલ્લાની 16 લાખની વસ્તીમાંથી અત્યાર સુધીમાં 6.16 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. આમાંથી બીજો ડોઝ મેળવનાર 1.14 લાખ લોકો છે.

જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અરૂણ મહેશ બાબુએ કહ્યું કે, જિલ્લામાં 18થી 44 વર્ષના લોકોને રસી આપવાની પ્રક્રિયા ઝડપથી થાય તે માટે 30 સેન્ટરો અને 45 વર્ષથી ઉપરના લોકો માટે 20 સેન્ટરો કાર્યરત છે. જેમાં અત્યાર સુધીમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર ઉપરાંત 18થી 44 વર્ષ અને 45 વર્ષથી ઉપરના 5.02 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જ્યારે 45 વર્ષથી ઉપરના 1.14 લાખ લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ગયો છે. કુલ 6.16 લાખ લોકોને રસી આપવામાં આવી છે.

શુક્રવારે કુલ 6332 લોકોને રસી અપાઇ હતી. ડીડીઓ કહ્યું કે, જિલ્લામાં ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં ઘણાં લોકોને સમસ્યા થતી હતી. મોબાઇલનો રેગ્યુલર ઉપયોગ કરનારને પણ રજિસ્ટ્રેશન કરવામાં તકલીફ પડતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી ઓનલાઇન લાઇનના બદલે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરીને રસી આપવા સરકાર પાસે મંજુરી માંગ હતી. સરકાર તરફથી મંજુરી મળી જતાં જિલ્લામાં હવે સોમવારથી રસી કેન્દ્ર પર આવનાર 18 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિનું સ્થળ પર રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે. જો સરકાર તરફથી મંજુરી મળી જશે તો ગામડે ગામડે રસી આપવાનું આયોજન હાથધરાશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારે કહ્યું કે, જિલ્લાના રસી કેન્દ્ર પરથી એક પણ વ્યક્તિ પરત જાય નહીં તે માટે ખાસ સૂચના આપી છે.

સોમવારથી પ્રત્યેક સેન્ટર પર ઓફલાઇન રસી આપવા કોઇ પણ પ્રકારની ઓનલાઇન પ્રક્રિય કરીને આવવાનું નહીં રહે. તાજેતરમાં થયેલી જિલ્લા પંચાયતની ચુંટણીની મતદારયાદીને આધારે રસીકરણનો ટાર્ગેટ કરાયો છે. આ સિવાય પણ રસી લેવામાં કોઇ વ્યક્તિ રહીના જાય તેની ખાસ કાળજી રખાશે.

જિલ્લામાં વર્ષ 18થી 44માં 8.87 લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ
જિલ્લામાં વર્ષ 18થી 44 માં 8.87 લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે. જેમાંથી અત્યાર સુધીમાં 95,611 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 45 વર્ષથી ઉપરના 4.40 લાખના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 3,57,356 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 1,14,256 લોકોને બીજો ડોઝ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...