એક્ઝિબિશન:ઓફલાઇન શોપિંગ બેક ટુ ટ્રેન્ડ, સેલ્સ 65 % વધ્યુ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસીય સૂત્રા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું

ધ ગ્રાન્ડ ભગવતી ખાતે બે દિવસીય સૂત્રા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના આયોજકો મોનિકા અને ઉમેશ મધ્યાને જણાવ્યું હતું કે,‘એક્ઝિબિશનમાં વિશ્વભરનાં અત્યાધુનિક ડિઝાઇન એક્ઝિબિટ થયા હતા. વેડિંગ સિઝન ચાલે છે તો તેને ઘ્યાનમાં રાખીને લખનૌ, નાગપુર, રાંચી, હૈદરાબાદ, ઈન્દોર, રાયપુર, ગુવાહાટી, પટના, ભુવનેશ્વર, સુરત, બેંગ્લોરથી ડિઝાઈનરો જોડાયા હતા. ટ્રેડિશનલથી લઈને ઈન્ડો વેસ્ટર્ન તેમજ વેસ્ટર્ન આઉફિટ રજૂ થયા હતા. લોકો ફરી ઓફલાઈન શોપિંગ માટે આગળ આવ્યા છે કારણ કે ઓનલાઇનમાં જે વસ્તુ શહેર બહારથી આવે છે તેમાં ફેબ્રિક અને સાઈઝની તકલીફ પડે છે.’

વધુમાં ડિઝાઈનર્સ સાથે વાત કરતા જાણવા મળ્યું કે,‘ઓનલાઈન સિલેક્ટેડ ડિઝાઈનર કોસ્ચ્યુમ મળે છે જ્યારે ઓફલાઈનમાં ટ્રાયલ અને વિવિધ ઓપ્શનમાંથી કસ્ટમાઈઝ કરાવી શકાય છે. અત્યારે માર્કેટમાં ડિમાન્ડ વધી છે કારણ કે વેડિંગ સીઝન શરૂ થઈ ગઈ છે.’ એક્ઝિબિશનમાં સેલ્સનું પ્રમાણ કોરોના બાદ 65 ટકા વધ્યું છે લોકો ક્વોલિટી શોપિંગ પસંદ કરી રહ્યા છે આ સાથે ટ્રે્ન્ડ કરતા યુનિક ક્લેકશન વધુ પ્રિફર કરે છે.

અન્ય સમાચારો પણ છે...