તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂલકાં સ્કૂલે જશે:રાજ્યમાં ઓગસ્ટના પ્રારંભે ધોરણ 5થી 8ની ઓફલાઇન સ્કૂલો શરૂ થઈ શકે છે, ધોરણ 1થી 5ની સ્કૂલો દિવાળી બાદ શરૂ થવાની શક્યતા

અમદાવાદ2 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર
  • સ્કૂલોમાં ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ તો ચાલુ જ રહેશે
  • 50 ટકા કેપેસિટી સાથે ઓડ-ઈવન પદ્ધતિથી સ્કૂલો શરૂ કરાશે
  • શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલો શરૂ કરવાના સાફ સંકેત આપ્યા

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતાં જ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 9થી12 અને કોલેજોમાં શરૂ થયેલા શૈક્ષણિક કાર્ય બાદ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાથી ધોરણ 5થી 8ની સ્કૂલો શરૂ કરવામાં આવી શકે છે, જોકે નાના ભૂલકાંના ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાની શિક્ષણ વિભાગને કોઈ ઉતાવળ નહીં હોવાનું જાણવા મળ્યું છે, એ જોતાં ધોરણ 1થી 5ની શાળા દિવાળી પછી શરૂ થઈ શકે છે.

ઓફલાઈનની સાથે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રખાશે
સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 12 અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યાં છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે. બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે, જેમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા એનો નિર્ણય લેવામાં આવશે. જોકે બાળકોએ શાળાએ આવવું ફરજિયાત નથી. બીજી તરફ સ્કૂલોએ ફરજિયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે, એમ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.

26 જુલાઈથી ધોરણ 9થી 11ની સ્કૂલો શરૂ કરાઈ હતી.
26 જુલાઈથી ધોરણ 9થી 11ની સ્કૂલો શરૂ કરાઈ હતી.

ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા તૈયારીઓ શરૂ કરાઈ
શિક્ષણમંત્રીએ આપેલા સંકેત મુજબ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફસફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ 5થી 8 ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. 15 ઓગસ્ટ બાદ ધોરણ 1થી 5 શરૂ કરવા બાબતે સરકાર હાલ કોઈ જોખમ લેવા તૈયાર નથી, જેથી દિવાળી પછી નાનાં ભૂલકાંનું શિક્ષણકાર્ય શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવશે.

ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રખાશે.
ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રખાશે.

આગામી સમયમાં રાજ્ય સરકાર વિધિવત રીતે જાહેરાત કરશે
હાલ જે શૈક્ષણિક કાર્ય શરૂ થશે એમાં 50 ટકા કેપિસિટી સાથે ઓડ-ઈવન પદ્ધતિ પ્રમાણે વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી છે. આ ઉપરાંત સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રાખવામાં આવશે. વાલીના સહમતીપત્રક સાથે જ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવશે. આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમાં ચર્ચા થશે. આ અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર વિધિવત રીતે જાહેરાત કરશે.

50 ટકા કેપેસિટી સાથે સ્કૂલો શરૂ કરાશે.
50 ટકા કેપેસિટી સાથે સ્કૂલો શરૂ કરાશે.

9થી 11ની સ્કૂલોમાં પ્રથમ દિવસે 25 ટકાથી ઓછી હાજરી
ગુજરાતમાં 26 જુલાઈથી ધો.9થી 11ની સ્કૂલો ઓફલાઈન શિક્ષણ માટે શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે ધો.9થી11માં 25 ટકાથી ઓછા વિદ્યાર્થી હાજરી દેખાયા હતા. વિદ્યાર્થીઓને લગભગ 6 મહિના બાદ ક્લાસરૂમમાં ભણીને ખુશી થઈ હતી. 15મી જુલાઈથી રાજ્યમાં ધો.12ની સ્કૂલો અને કોલેજો શરૂ કરી દેવાઈ છે. ધો.9થી 11ની 12 હજાર 934 સ્કૂલમાંથી પ્રથમ દિવસે ધો.9માં 3 લાખ 72 હજાર 914 વિદ્યાર્થીમાંથી 86 હજાર 734 વિદ્યાર્થી હાજર રહેતાં 23.26 ટકા હાજરી નોંધાઈ હતી. ધો.10માં 4 લાખ 4 હજાર 315 વિદ્યાર્થીમાંથી 98 હજાર 057 વિદ્યાર્થી હાજર રહેતાં 24.25 ટકા હાજરી નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...