પરીક્ષા:આજથી ગુજરાત યુનિવર્સિટીમાં UGમાં સેમેસ્ટર 3 અને 5 તથા PGમાં સેમેસ્ટર-5ની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગુજરાત યુનિવર્સિટીમાં ડિફેન્સને લગતા કોર્ષમાં 450થી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું

દિવાળી વેકેશનમાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની એડમિશન પ્રક્રિયા ચાલુ હતી. પરંતુ હવે વેકેશન પૂર્ણ થયું છે અને હવે તબક્કા વાર પરીક્ષાઓ લેવાની શરૂ કરવામાં આવી છે. આજથી યુનિવર્સિટીમાં UGમાં 3 અને 5મા સેમેસ્ટરની તેમજ PGમાં પાંચમા સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષા લેવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના કેસો ઘટતાં પ્રથમવાર જ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક સાથે ઓફલાઈન પરીક્ષા આપી રહ્યાં છે.

કોરોના બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે
માર્ચ 2020થી અભ્યાસ પણ ઓનલાઇન હતો અને પરીક્ષા માટે ઓનલાઇન તથા ઓફલાઈનના વિકલ્પ આપવામાં આવી રહ્યા હતા ત્યારે હવે કેસ ઘટતા વિદ્યાર્થીઓએ ઓફલાઇન માધ્યમ દ્વારા જ પરીક્ષા આપવાનું શરૂ કર્યું છે. આજથી ગુજરાત યુનિવર્સિટીમાં તમામ વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપી રહ્યા છે.હવે અગાઉની જેમ રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. GTUમાં પણ અગાઉ ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ હવે કેસ ઘટતા ઓનલાઇનનો વિકલ્પ આપવામાં આવ્યો નથી.GTUમાં અગાઉ રિમીડિયલની પરીક્ષા પણ યોજાઈ હતી. જેમાં પણ ઓનલાઇનનો વિકલ્પ અપાયો નહોતો.

ડિપ્લોમા, PG સહિત કુલ 18 કોર્ષ શરૂ થયાં
ગુજરાત યુનિવર્સિટીમાં ગત વર્ષથી ડિફેન્સને લગતા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 18 કોર્ષ છે. ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીનો સ્થાપના દિવસ હતો ત્યારે આ કોર્ષ ચાલુ થયાના બીજા વર્ષમાં 450 લોકોએ એડમિશન લીધું છે. ડિફેન્સના કોર્ષ અત્યારે કોઈ ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં ભણવવામાં આવતા નથી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં જ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ગુજરાત યુનિવર્સિટીને સફળતા મળી છે.

ત્રણ કોલેજનો BBA-BCA માટે વર્ગ વધારો મંજૂર
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે, પરંતુ આ વર્ષે BBA-BCAમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી, ત્યારે ઓનલાઈન રાઉન્ડ પૂર્ણ થતા ઓફલાઈન રાઉન્ડ શરુ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓની અરજી વધતા કોલેજે વર્ગ અને સંખ્યા વધારવા માટે મંજૂરી માંગી હતી. જેમાંથી 3 કોલેજને મંજૂરી મળી છે. માસ પ્રમોશનના કારણે પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી, જેથી આ વર્ષે પ્રવેશ દરમિયાન વધુ ધસારો જોવા મળ્યો હતો. આ વર્ષે કોર્મસના વિદ્યાર્થીઓએ BBA-BCAમાં પ્રવેશ મેળવવા માટે વધુ અરજી કરી છે, જેની સામે સીટની સંખ્યા માર્યાદિત છે અને કોલેજમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં અનેક અરજીઓ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...