તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Offline Examination Of Law Department Of Gujarat University Will Start From June 10, Online Examination Of M.Pharm Will Be Taken From June 3.

આયોજન:ગુજરાત યુનિવર્સિટીના લો વિભાગની ઓફલાઇન પરીક્ષા 10 જૂનથી ચાલુ થશે, એમ.ફાર્મની ઓનલાઇન પરીક્ષા 3 જૂનથી લેવાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર

કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ પરીક્ષા ઓનલાઇન શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા ગુજરાત યુનિવર્સિટીમાં લૉ વિભાગની પરીક્ષા શરૂ થશે. આગામી 10 જૂનથી લૉ વિભાગની પરીક્ષા ઑફલાઈન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ મોકૂફ રખાયેલ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં લૉ વિભાગની પરીક્ષા બાર કાઉન્સિલરના નિયમોનુસાર ઓફલાઈન પદ્ધતિથી શરૂ કરવામાં આવશે. જેમાં LLB સેમેસ્ટર 2, 4, 6, 5 વર્ષના ઇન્ટરગ્રેટડ લૉના સેમેસ્ટર 2 અને 10ની LLM, DTP, DLPની પરીક્ષા 10 જૂનથી શરૂ થશે. 5 વર્ષના ઇન્ટર ગ્રેટડ લૉ ની પરીક્ષા સેમેસ્ટર 4, 6, 8ની પરીક્ષા 24 જૂનથી શરૂ થશે.

એમ. ફાર્મની પરીક્ષા વાવાઝોડાને કારણે મોકૂફ રાખી હતી
તાઉ તે વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાય ગયો હતો. જેના કારણે GTUની ઓનલાઇન લેવાઈ રહેલી પરીક્ષા મોકૂફ કરવામાં આવી હતી. 24થી 27 મે સુધી મોકૂફ રખાયેલ પરીક્ષા 3થી 7 જૂન સુધી યોજાશે. ઓનલાઇન યોજવનરી પરીક્ષા MCQ આધારિત જ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...