આયોજન:ગુજરાત યુનિવર્સિટીની B.Com, BSC અને BA સેમ-1ની ઓફલાઈન પરીક્ષા 6 જુલાઈથી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાના પગલે ગુજરાત યુનિવર્સિટીએ બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીબીએ, બીસીએ સહિતની વિદ્યાશાખાના પ્રથમ સેમેસ્ટરના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાશાખાની ઓફલાઈન પરીક્ષા 6 જુલાઈથી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. ​​​​​​​અમદાવાદ, ગાંધીનગરમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોમાં આશરે 25,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

પરીક્ષા વિભાગે નિર્ધારિત કરેલી ઓફલાઈન પરીક્ષા અંંતર્ગત બીએ, બીકોમ સેમેસ્ટર-1ની રેગ્યુલર અને એક્સટર્નલ પરીક્ષા 6 જુલાઈથી 15મી જુલાઈ સુધી ચાલશે. જ્યારે બીએસસી સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 14મી જુલાઈ સુધી ચાલશે. જ્યારે બીએડ સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 16મી જુલાઈ સુધી ચાલશે. બીજી તરફ એલએલએમ સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 14મી જુલાઈ સુધી ચાલશે. જ્યારે ડિપ્લોમા ઈન લેબર લો એન્ડ પ્રેક્ટિસ એક્ઝામિનેશન 6 જુલાઈથી 8મી જુલાઈ સુધી ચાલશે.

પરીક્ષા વિભાગના અધ્યક્ષ ડો. કલ્પેન ચંદ્ર વોરાએ જણાવ્યું છે કે, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિવિધ નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોની સંખ્યા અને કોલેજ કેન્દ્રોના નામોની વિગતો હવે નક્કી થશે. આ વિગતોની હવે પછીથી સત્તાવાર રીતે જાહેરાત કરાશે. અગાઉ ગુજરાત યુનિવર્સટી દ્વારા લો ફેકલ્ટીની સ્નાતક કક્ષાની છઠ્ઠી જુલાઈથી શરૂ થનારી પરીક્ષાની તારીખોની થોડાક દિવસો પહેલા જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...