તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નમસ્કાર!
ખેડૂતનેતા રાકેશ ટિકૈત ગાંધી આશ્રમની અને કરમસદમાં સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લેશે. કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં હીટ વેવની સ્થિતિ રહેશે, વૃદ્ધો-બીમાર લોકો તડકામાં બહાર ન નીકળે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
આ 4 ઘટના પર રહેશે નજર
1) રાજ્યમાં આજથી ધોરણ 1થી 9ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ, ઓનલાઈન શિક્ષણ યથાવત રહેશે.
2) ખેડૂતનેતા રાકેશ ટિકૈત ગાંધી આશ્રમની અને કરમસદમાં સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લેશે.
3) કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં હીટ વેવની સ્થિતિ રહેશે, વૃદ્ધો-બીમાર લોકો તડકામાં બહાર ન નીકળે.
4) સ્ટાફ સિલેક્શન કમિશનની MTS 2021 ભરતી માટે આજથી બે દિવસ ઉમેદવારો એપ્લિકેશન ફી જમા કરાવી શકશે.
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) પાલનપુરમાં રાકેશ ટિકૈત સામે કાળા વાવટા ફરકાવનારા ભાજપના કાર્યકર પર રેલીમાં જોડાયેલા લોકો તૂટી પડ્યા, મહિલાએ ફડાકા ઝીંક્યા
કિસાનનેતા રાકેશ ટિકૈત હાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે બપોરના સમયે તેઓ પાલનપુર પહોંચ્યા હતા. પાલનપુરમાં પ્રવેશ સમયે જ રાકેશ ટિકૈત સામે ભાજપના એક કાર્યકર્તાએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કરતાં રેલીમાં સામેલ લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના કાર્યકર્તા પાસેથી કાળા વાવટા ઝૂંટવી લઈ રેલીમાં સામેલ લોકો તેના પર તૂટી પડ્યા હતા તેમજ મહિલાએ ભાજપના કાર્યકરને લાફા માર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર
2) અમદાવાદીઓનું આવ કોરોના આવ...; વોટરપાર્કમાં ધુબાકા, કોરોનાબોમ્બ બની શહેરને ડેથસ્પોટ બનાવી શકે
રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ઘણા આકરા નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ઘણી સુવિધાઓ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે બીજી બાજુ વોટરપાર્ક પર કોઈ પ્રકારની રોકટોક મૂકવામાં આવી નથી. વોટરપાર્કમાં જતા લોકો સુપરસ્પ્રેડર બની રહ્યા છે. તાજેતરમાં ધુળેટીની પૂલ પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
3) સતત ત્રીજા દિવસે કોરોનાનો નવો હાઈ, બે મંત્રી કોરોનાગ્રસ્ત, 2875 નવા કેસ અને 4 મહિના બાદ ફરી 14નાં મોત
ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોએ સતત ત્રીજા દિવસો નવો હાઈ બનાવ્યો છે. 24 કલાકમાં 2875 નવા કેસ નોંધાયા છે અને 2024 દર્દીએ કોરોનાને માત આપી છે તેમજ સુરતમાં 8, અમદાવાદમાં 4, અમરેલી અને વડોદરામાં 1-1 મળી કુલ 14 દર્દીનાં મોત થયાં છે. આ પહેલાં 7 ડિસેમ્બરે 14 દર્દીનાં મોત થયાં હતાં. આમ, લગભગ 4 મહિને ફરી 14 દર્દીનાં મોત થયાં છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4566એ પહોંચ્યો છે, જ્યારે રિક્વરી રેટ 93.81 ટકા થયો છે.
વાંચો સમાચાર વિગતવાર
4) અંકલેશ્વરમાં પત્નીની હત્યા કરી પતિનો આપઘાત, ઘરના દરવાજા પાસે પત્નીનો મૃતદેહ અને પહેલા માળે પતિની લાશ લટકતી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક હૃદયકંપાવી દે તેવી ઘટના બની છે. કાગદીવાડ વિસ્તારમાં એક ઘરમાંથી પત્નીનો હત્યા કરાયેલો અને પતિનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, પતિએ પહેલા બોથડ પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરી હતી અને બાદમાં ઘરના પહેલા માળે ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર
5) આ લાઈન વેક્સિનેશન કે કોરોના ટેસ્ટની નહીં પણ કોરોનાથી જીવન બચાવનાર રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા માટેની છે
કોરોના મામલે દિવસેને દિવસે ગુજરાતની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 9 દિવસથી કોરોનાના 2000થી વધુ કેસ નોંધાય રહ્યા છે. કોરોનાના દર્દીઓને ક્રિટિકલ સમયમાં રાહત આપવા માટે પ્રાયમરી સ્ટેજ પર રેમડિસિવિર ઈન્જેકશન આપવામાં આવે છે. જેને કારણે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા માટે 24 કલાકથી અમદાવાદના થલતેજ સ્થિત ઝાયડસ હોસ્પિટલના ફાર્મસી સ્ટોર પર 100થી વધુ લોકો લાઈન લગાવી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.