એડમીશન:આજથી ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ, વિદ્યાર્થીઓએ કોલેજ પર ફોર્મ ભરવા જવું પડશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • કોલેજના નોટીસ બોર્ડ પર 22 ઓક્ટોબરે મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે
  • 27 ઓક્ટોબર સુધીમાં કોલેજ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓનું લીસ્ટ સબમિટ કરાવશે

ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના 2 રાઉન્ડ પુરા થયા બાદ કોમર્સ વિભાગમાં આજથી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આજથી શરૂ થયેલ ઓફલાઈન પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓએ ઓફલાઈન ફોર્મ ભરીને કોલેજ પર સબમિટ કરાવવાનું રહેશે જે બાદ 22 ઓક્ટોબરે કોલેજ દ્વારા મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.

28 ઓક્ટોબરે ખાલી પડેલ બેઠક કોલેજ જાહેર કરશે
ગુજરાત યુનિવર્સિટીમાં આજથી શરુ થયેલ ઓફલાઈન એડમીશન પ્રક્રિયામાં કોલેજ પરની ખાલી બેઠક જાહેર કરવામાં આવી છે. જે બાદ હવે કોલેજ પર જઈને વિદ્યાર્થીઓએ મેરીટ આધારે ફોર્મ ભરવાનું રહેશે.ફોર્મ ભરીને જરુરુઈ ડોક્યુમેન્ટ સાથે કોલેજ પર સબમિટ કરાવ્યા બાદ કોલેજ દ્વારા મેરીટ તૈયાર કરવામાં આવશે જે એડમીશન કમિટી મંજુર કરશે અને ત્યારબાદ કોલેજના નોટીસ બોર્ડ પર 22 ઓક્ટોબરે મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. 22 થી 25 ઓક્ટોબર સુધીમાં કોલેજ કક્ષાએ ફી અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવના રહેશે. 27 ઓક્ટોબર સુધીમાં કોલેજ ગુજરાત યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓનું લીસ્ટ સબમિટ કરાવશે તે બાદ 28 ઓક્ટોબરે ખાલી પડેલ બેઠક કોલેજ જાહેર કરશે.

યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયામાં અડચણો
ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયા માટે બીજો રાઉન્ડ શરુ થયો હતો, જેમાં ચોઈસ ફીલિંગ માટે 2 દિવસ વધારવામાં આવ્યા હતા. પરંતુ મેરિટ ક્યારે જાહેર થશે તે અંગે કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નહોતી. જેથી વિદ્યાર્થીઓએ તે જાણવા માટે ગુજરાત યુનિવર્સિટી સુધી આવવું પડ્યું હતું. આ ઉપરાંત BSCમાં 7 તારીખે સાંજે મેરિટ જાહેર થવાનું હતું. જે બાદ 7 ઓક્ટોબરે જાહેરાત થઇ કે મેરીટ 8 તારીખે જાહેર થશે. આમ મેરિટના દિવસે જ તારીખ બદલાઈ જાય છે અને પ્રવેશ પ્રક્રિયા નક્કી કરેલ કી ડેટ પ્રમાણે ચાલી શકતી નથી.

વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દુર કરાશે
ગુજરાત યુનિવર્સિટીમાં મોચા ભાગના કોર્સમાં પ્રથમ અને બીજા મેરિટમાં નાની મોટી ખામીઓ જોવા મળી હતી. યુનિવર્સિટી દ્વારા થતી ભૂલથી વિદ્યાર્થીઓ પરેશાન થતાં હતાં. જેથી વિદ્યાર્થી સંગઠન દ્વારા રોજ રજુઆતો કરવામાં આવતી હતી. એડમિશન પ્રક્રિયામાં આવતી ખામીઓ અને તેના નિવારણ માટે સિન્ડિકેટ સભ્યો અને તમામ વિભાગના ડીનની બેઠક મળી હતી. આ બેઠકમાં એડમિશન પ્રક્રિયા પર ચર્ચા ચાલી હતી. હાલમાં એડમિશન પ્રક્રિયા જે પ્રમાણે ધીમી ગતિએ ચાલી રહી છે અને તેમાં વિદ્યાર્થીઓને કેટલીક મુશ્કેલીઓ આવે છે તેને ધ્યાનમાં રાખીને પ્રવેશ પ્રક્રિયા સોંપવામાં આવી છે તે કંપનીને માર્ગદર્શન આપવાનું તથા આગામી દિવસમાં કેવી રીતે આયોજન કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.