ચીફ જસ્ટિસની ટકોર:કોર્ટના હુકમના તિરસ્કારની દરેક અરજીમાં અધિકારીઓને હાજર રાખીશું, બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવાની ચેતવણી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • હવે કન્ટેમ્પ્ટની અરજીમાં રાજ્ય સરકારને નોટિસની સાથે સંબંધિત અધિકારીને પણ હાજર રાખવા હુકમ કરશે

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠે રાજ્ય સરકારના અધિકારીઓના વલણ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટના હુકમનું પાલન ન કરનાર અધિકારીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવાની તૈયારી પણ ખંડપીઠે દર્શાવી છે. મુખ્ય ન્યાયધીશની ખંડપીઠ સમક્ષ કોર્ટના હુકમ તિરસ્કારની અરજી એટલે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સુનાવણી દરમિયાન કેટલાક કિસ્સાઓમાં વિભાગની બેદરકારી સામે આવતી હોય છે. જેને લઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

હાઈકોર્ટે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે ગુજરાત હાઇકોર્ટ હુકમનો તિરસ્કાર થવા મામલે વિવિધ વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે ટકોર કરી કે, હવે કન્ટેમ્પ્ટની અરજીમાં રાજ્ય સરકારને નોટિસની સાથે સંબંધિત અધિકારીને પણ હાજર રાખવા માટે હુકમ કરશે અને બિનજામીનપાત્ર વોરંટ પણ ઈશ્યુ કરશે.

કોર્ટ ઓર્ડર સંબંધિત વિભાગમાં પહોંચાડવાની વ્યવસ્થા થઈ
ભૂતકાળમાં આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે કે, જ્યાં સંબંધિત વિભાગને કોર્ટનો ઓર્ડર ન મળવાનું કારણ હાથ ધરીને હુકમનું પાલન ન થતું હોવાની દલીલો કરવામાં આવી હતી. જોકે, હવે કોર્ટના ઓર્ડર સંબંધિત વિભાગ સુધી સરળતાથી પહોંચી શકે છે, તેવી વ્યવસ્થા થઈ છે, જે અંગે એડવોકેટ જનરલ ઓફિસને પણ જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...