તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Officers Will Also Keep An Eye On The Police Tracing Criminals From 1800 CCTV In Ahmedabad, Whether The Police Jeep Is Standing Or Moving Can Also Be Seen From The Control Room.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લુઝિવ:અમદાવાદમાં 1800 CCTVથી ગુનેગારોને ટ્રેસ કરતી પોલીસ પર પણ અધિકારીઓની નજર રહેશે, પોલીસની જીપ ઊભી છે કે ફરી રહી છે તે પણ કંટ્રોલ રૂમમાંથી જોઈ શકાશે

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
 • કૉપી લિંક
સરકારી જીપ ટ્રેસ કરવામાં ઘણી જ સરળતા રહે છે. - Divya Bhaskar
સરકારી જીપ ટ્રેસ કરવામાં ઘણી જ સરળતા રહે છે.
 • અમદાવાદનાં 48 પોલીસ સ્ટેશનની 240 સરકારી જીપોમાં લગાવેલી GPRSથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે

અમદાવાદ શહેરના લોકોને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે, જે રીતે ગુનેગારોને ટ્રેસ કરીને પકડવા માટે તેમ જ ટ્રાફિકના નિયમો તોડનારા વાહનચાલકોને ઈ-મેમો આપવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેવી જ રીતે અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ તેમ જ કર્મચારીઓને સરકારી કામ અને પેટ્રોલિંગ માટે આપવામાં આવેલા 240 વાહન પણ ટ્રેસ કરાય છે.

શહેર પોલીસની આ તમામ સરકારી જીપોમાં જીપીઆરએસ લગાવવામાં આવી છે, જેનું લાઇવ મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમમાં બનાવવામાં આવેલી ખાસ ટ્રેકર સ્ક્રીન પર કરવામાં આવે છે. આ ટ્રેકર સિસ્ટમ એટલી ફળદાયી છે કે પોલીસની જીપ ઊભી છે કે ચાલી રહી છે, તે પણ પોલીસ કંટ્રોલ રૂમમાંથી બેઠા બેઠા જોઈ શકાય છે. પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગના નામે સરકારી જીપ પર્સનલ કામમાં તેનો ઉપયોગ કરતા હતા. આટલું જ નહીં કેટલાક પોલીસ કર્મચારીઓ જીપ ઝાડ નીચે પાર્ક કરીને સૂઈ જતા હતા. આ ખામી દૂર કરવા દરેક પોલીસ સ્ટેશનની 5 જીપ મળીને શહેરનાં 48 પોલીસ સ્ટેશનની 240 જીપમાં જીપીઆરએસ લગાવાઈ છે.

આ તમામ જીપીઆરએસનું લાઇવ મોનિટરિંગ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમમાંથી થઈ શકે તે માટે ખાસ ટ્રેકર સ્ક્રીન બનાવાઈ છે. આ સ્ક્રીન પર લાલ, લીલા પોઇન્ટના આકારમાં તમામ સરકારી જીપ દેખાય છે. આ ટ્રેકર સિસ્ટમથી જીપનું લોકેશન સ્પષ્ટ દેખાશે.

જીપમાં ટ્રેકર હોવાથી પેટ્રોલિંગના નામે થતી કામચોરી અટકી
પહેલાં કોઇ ઘટનામાં કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળે એટલે તાત્કાલિક પહોંચવાની આળસમાં પોલીસ જીપમાંથી ગમે તે લોકેશન જણાવી દેતી હતી. જોકે જીપમાં ટ્રેકર લાગવાથી તેનું પરફેક્ટ લોકેશન ખબર પડતું થઈ ગયું, જેના કારણે હવે પોલીસ ખોટું લોકેશન કહી શકતી નથી અને પોલીસ ઘટના સ્થળે સમયસર પહોંચી જાય છે. આટલું જ નહીં પહેલાં પેટ્રોલિંગના નામે થતી કામ ચોરી પણ અટકી ગઈ છે અને હવે પરિણામલક્ષી પેટ્રોલિંગ થઇ રહ્યું છે.

સરકારી જીપ ટ્રેસ કરવામાં ઘણી જ સરળતા રહે છે
ડીસીપી, પોલીસ કંટ્રોલરૂમ હર્ષદ પટેલના જણાવ્યા અનુસાર સ્ક્રીન પર દેખાતા લાલ, લીલા ટપકાં એ સરકારી જીપ છે, જેમાંથી જે જીપ ચાલી રહી છે તે લાલ રંગની છે અને જે જીપ ઊભી છે તેનો લીલો કલર દેખાય છે. આથી કંટ્રોલ રૂમમાંથી વાહનને બહુ જ સરળતાથી ટ્રેક કરી શકાય છે.

આરોપીને પકડવામાં 100 ટકા સફળતા મળી
શહેરના રસ્તાઓ પર 1800 સીસીટીવી લાગેલા છે, જેથી શહેરમાં ક્યાંય કોઈ પણ ઘટના બને એટલે પોલીસ કંટ્રોલ રૂમ પાસે તે રોડ પરના સીસીટીવી ફૂટેજ માગવામાં આવે છે, જેના કારણે શહેરમાં બનતી ઘટનાઓમાં આરોપીઓને પકડવામાં 100 ટકા સફળતા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો