હવે નહીં ચાલે:AMCમાં અધિકારીઓ અને કર્મચારીઓએ લોગીન થતા પહેલા હવે OTP આપવો પડશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં કરોડો રૂપિયાના ટેક્સની બારોબાર રકમ ક્રેડિટ બતાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇ ગવર્નન્સ પ્રોજેકટ મારફતે દરેકને લોગીન આઇડી પાસવર્ડ આપવામાં આવ્યા છે. જોકે કોઈપણ વ્યક્તિને આ આઇડી પાસવર્ડ મળી જાય તો સરળતાથી પોતે એક્સેસ કરી કૌભાંડ કરી શકે છે. આઇડી પાસવર્ડ સિસ્ટમમાં કોઈપણ સેફટી કે સિક્યુરિટી ન હતી. જેથી હવે તમામ અધિકારીઓ કે કર્મચારીઓને લોગીન આઇડી પાસવર્ડમાં OTP સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેના માટે તમામ ખાતાના ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના નામ, એમ્પ્લોય આઇડી અને મોબાઇલ નંબરની માહિતી ઇ ગવર્નન્સ ખાતા દ્વારા માંગવામાં આવી છે.

ERP સિસ્ટમ હવે વધુ સેફ અને સિક્યોર બનશે
ટેક્સ વિભાગમાં રૂ.281 કરોડના બારોબાર ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં કોઈ વ્યક્તિએ લોગીન આઇડી પાસવર્ડથી ખાતામાં પૈસા જમા ન થયા હોવા છતાં રકમ ઓનલાઈન ઝીરો બતાવી ટેક્સ ભરાઈ ગયો હોવાનું બતાવાયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનન તમામ વિભાગમાં ઇ ગવર્નન્સ પ્રોજેકટ હેઠળ TCS સિસ્ટમથી કામગીરી થાય છે. જેમાં ERP સિસ્ટમ હવે વધુ સેફ અને સિક્યોર કરવા માટે હવે લોગીન કરતી વખતે OTP સિસ્ટમ લાગુ કરાશે. જ્યારે પણ કોઈ કર્મચારી કે, અધિકારી લોગીન કરશે ત્યારે તેને OTP આવશે જે નાખ્યા બાદ જ લોગીન કરી શકશે.

ઇ ગવર્નન્સ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કરી જાણ કરી છે કે, હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના નામ, એમ્પ્લોય આઇડી અને મોબાઈલ નંબર amctcshelpdesk@ahmedabadcity.gov.inમાં અને સીસીમાં salmanabbasi@ahmedabadcity.gov.in તેમજ kaushik@ahmedabadcity.gov.inને ઈમેલ કરવાના રહેશે. જો કોઈ અધિકારી કે કર્મચારીઓ તાકીદે પોતાની માહિતી નહિ આપે તો પોતે આઇડી પાસવર્ડથી લોગીન નહિ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...