તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DBના અહેવાલની અસર:અમદાવાદ RTOમાં દિવ્યાંગ ઝેરોક્ષ સ્ટોરના સંચાલકને અધિકારીએ ખખડાવ્યા,ARTOને તપાસ સોંપાઈ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યભાસ્કરના અહેવાલ બાદ એજન્ટોને કચેરીથી દુર રાખવા માટે સૂચના અપાઈ.
  • ચેકીંગ વધારાશે અને આવી કોઈ ઘટના ન બને તે માટે પ્રયાસ કરીશું : RTO અધિકારી.

અમદાવાદની મુખ્ય RTO કચેરી આગળ દિવ્યાંગને ફાળવેલા ઝેરોક્ષના સ્ટોર પર RTO એજન્ટોનું રાજ હતું. તેઓ RTOની અંદર બેસીને લોકો પાસેથી વધુ રૂપિયા વસૂલીને કર્મચારીઓ સાથે સેટિંગ કરીને કામ કરી રહ્યા હોવાની ફરિયાદને લઈ દિવ્યભાસ્કરે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. દિવ્ય ભાસ્કરે પ્રકાશિત કરેલા અહેવાલનો પડધો પડતાં આજે RTO અધિકારીએ દિવ્યાંગ ઝેરોક્ષ સ્ટોરના સંચાલકને ખખડાવ્યા હતાં અને ઘટનાની તપાસ ARTO અધિકારીને સોંપવામાં આવી છે.

ARTO એ દિવ્યાંગ વ્યક્તિને 2 દિવસમાં જવાબ આપવા કહ્યું
દિવ્યભાસ્કર ના સ્ટિંગ ઓપરેશનના અહેવાલના પગલે RTOના મુખ્ય અધિકારી આર.એસ.દેસાઈને જાણ થતા તેમણે આ બાબતે ARTO અધિકારીને તપાસ સોંપી છે. જેમા ARTOને ઉડાણપૂર્વક તપાસ કરી અને આમાં જવાબદાર વ્યક્તિ કોણ છે તેને હાજર કરવા માટેના આદેશ આપ્યા છે. તેમને RTOની આજુ બાજુ આવા એજન્ટોને રોકવા માટે સઘન ચેકીંગ કરવા પણ સૂચના આપી છે. આ તપાસ આપ્યા બાદ ARTO એ આ ઝેરોક્ષની દુકાને જઇને ત્યાંના સંચાલક અને અન્ય વ્યક્તિની પૂછપરછ કરીને તેમને ખખડાવ્યા હતા. ARTO એ દિવ્યાંગ વ્યક્તિને 2 દિવસમાં આ અંગે જવાબ આપવા કહ્યું છે.

અધિકારીઓ સાથે સેટિંગ કરીને એજન્ટો પડદા પાછળ લોકોનું કામ કરી આપે છે.
અધિકારીઓ સાથે સેટિંગ કરીને એજન્ટો પડદા પાછળ લોકોનું કામ કરી આપે છે.

ભવિષ્યમાં આવા બનાવ ન બને તેવા પ્રયત્ન કરીશું
અમદાવાદ RTOના મુખ્ય અધિકારી આર.એસ.દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ સ્ટિંગ ઓપરેશનના અહેવાલના પગલે અમે આ દિવ્યાંગ વ્યક્તિને સૂચના આપી છે. અમારા ARTOને આ અંગે તપાસ સોંપી છે. આ તપાસ અંગેનો રિપોર્ટ તેઓ સોમવારે મને આપશે અને આમા જે જવાબદાર હશે તેમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું. હાલ એવું જાણવા મળ્યું છે કે આ જે વ્યક્તિ વીડિયોમાં દેખાય છે એ દિવ્યાંગ વ્યક્તિના ભાઈ છે. તેમની મદદે તેઓ ત્યાં આવ્યા હતા. છતાંય અમે સંપૂર્ણ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરીશું.ભવિષ્યમાં આવા બનાવ ન બને તેવા પ્રયત્ન કરીશું.

લોકો પાસેથી ઊંચા દર વસૂલીને કામ કરી આપે છે
લોકો પહેલા એજન્ટોને કામ સોંપતા હતા, પરંતુ એજન્ટોને RTO કચેરીમાં બિલકુલ પ્રવેશ અપાતો નથી. જેથી હવે લોકોએ જાતે જ જવું પડે છે. બીજી તરફ RTO કચેરીની અંદર દિવ્યાંગ માટે ઝેરોક્ષ માટેના સ્ટોર ફાળવવામાં આવ્યા છે, જેમાં તેમને ઝેરોક્સ અને પ્રિન્ટ આઉટ જેવાં કામો કરવા માટેની જ મંજૂરી આપવામાં આવેલી છે, પરંતુ ત્યાં RTOની નજર સમક્ષ એજન્ટોના ગોરખધંધા ચાલી રહ્યા છે. RTOની 100 મીટરની હદમાં એજન્ટો ન હોવા જોઈએ ત્યારે આ તો RTOમાં અંદર બેસીને એજન્ટો સેટિંગથી તમામ કામો કરી રહ્યા છે અને સામાન્ય લોકો પાસેથી એના ઊંચા દર વસૂલે છે.

સામાન્ય લોકો RTOમાં કામ માટે ધક્કા ખાય,એજન્ટો ઊંચા દર વસૂલી કામ કરી આપે છે.
સામાન્ય લોકો RTOમાં કામ માટે ધક્કા ખાય,એજન્ટો ઊંચા દર વસૂલી કામ કરી આપે છે.

સરકાર દ્વારા દિવ્યાંગોને મદદ માટે 2 સ્ટોર અપાયા
અમદાવાદની મુખ્ય RTO કચેરીના જૂના બિલ્ડિંગના પ્લોટમાં સરકાર દ્વારા દિવ્યાંગોને મદદ માટે 2 સ્ટોર અપાયા છે, જેમાં તેઓ ઝેરોક્સ મશીન રાખીને તે પૂરતા જ કામ કરી શકે એ શરતે જ આ સ્ટોર આપવામાં આવ્યા છે. આ સ્ટોર એટલે એક કેબિન, જેમાં માંડ 1 વ્યક્તિ ઊભી રહી શકે. ત્યારે હકીકત તો કંઈક અલગ જ સામે આવી છે. આ ઝેરોક્સ સ્ટોર નિયમ અનુસાર દિવ્યાંગ સંચાલિત હોવો જોઈએ. ત્યારે દિવ્યભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં વાસ્તવિકતા કંઇક અલગ જ સામે આવી છે, જેમાં આ સ્ટોર પર 5 વ્યક્તિનો જમાવડો જોવા મળ્યો હતો.

અધિકારીઓ સાથે સેટિંગ થઈ જાય છે
બીજી તરફ, સામાન્ય ગરીબ વર્ગના લોકો પોતાની નોકરી મૂકીને લાઈનોમાં ઊભા રહીને અવારનવાર ધક્કા ખાય ત્યારે તેમનાં કામ થાય છે અને અહીં પૈસાની લાલચમાં આવીને અધિકારીઓ અને ક્લાર્ક પણ આવા એજન્ટોની સેવામાં લાગી જાય છે. RTO દ્વારા અનેકવાર દાવા કરવામાં આવે છે કે અમારી કચેરીમાં એજન્ટોને સ્થાન નથી, તેઓ દ્વારા કોઈ કામ અમે નથી કરતા. ત્યારે હવે આ બાબતે RTO કોઈ પગલાં લેશે કે કેમ એ પણ એક સવાલ છે.