તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની કાર્યવાહી:50 ટકાથી વધુ સ્ટાફ બોલાવનારી વસ્ત્રાપુરની વધુ 2 ઓફિસ સીલ, અત્યાર સુધીમાં 3016 ખાનગી ઓફિસો અને એકમોનું ચેકિંગ કરાયું

અમદાવાદ10 દિવસ પહેલા
50 ટકાથી વધુ સ્ટાફ બોલાવનારી ઓફ�
  • શહેરના વસ્ત્રાપુરમાં 50 ટકાથી વધુ સ્ટાફને કામ પર બોલવનારી 2 ઓફિસને સીલ કરવામાં આવી.
  • અત્યાર સુધીમાં 3016 ઓફિસ અને એકમોના ચેકિંગ દરમિયાન કુલ 36 જેટલા એકમો સીલ થયા.

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફિસોમાં 50 ટકા જેટલા જ સ્ટાફને કામ કરવા માટે બોલાવવા સૂચના આપવામાં આવી હતી. છતાં શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાયા હતા, જેને લઈ દરરોજ AMCના ટેક્સ અને AMTSની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આજે સોમવારે ટીમે અલગ અલગ વિસ્તારમાં 239 જેટલી ઓફિસોમાં કોરોના ગાઈડલાઈન્સની તપાસ કરતાં વસ્ત્રાપુરમાં કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે રત્નકાર 9 સ્ક્વેર બિલ્ડીંગમાં ઈનસાઈટ ક્રાફ્ટ તથા જેમ્સ ડિઝિટલ મીડિયા નામની બે ઓફિસમાં 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સીલ કરી દેવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 36 એકમો સીલ કરાયા
મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ ખાનગી ઓફિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 3016 ખાનગી ઓફિસો અને એસ્ટાબ્લિશમેન્ટમાં 50 ટકા સ્ટાફ અંગે ચેકિંગ કર્યું હતું, જેમાં પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર આવેલા મેઘમણિ હાઉસમાં અને વસ્ત્રાલની વીરા ગોલ્ડમાં સહિત 36 જેટલા એકમોમાં 50 ટકાથી વધુ સ્ટાફને બોલાવવા બદલ સીલ કરવામાં આવ્યા હતા.

વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઓફિસો સીલ કરાઈ
વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઓફિસો સીલ કરાઈ

મણિનગરમાં હ્યુન્ડાઈ શો રૂમ સીલ કરાયો હતો
આ પહેલા મણિનગરમાં હ્યુન્ડાઈ શો રૂમ, સાયન્સ સિટી રોડ પર ઈગ્નીયોલ પ્રોજેક્ટ લી., રતનપોળમાં જે.એમ.મકવાણા જેવા એકમને 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સીલ કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિ.ના ટેક્સ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આગામી સમયમાં પણ ઓફિસો તથા એકમોમાં આ પ્રકારનું ચેકિંગ ચાલું રહેશે અને સ્ટાફ નિયમ કરતા વધુ જણાય તો એકમો સીલ કરવામા આવશે.

મંગળવારે મણિનગરમાં હ્યુન્ડાઈ શો રૂમને સીલ કરી દેવામાં આવ્યો હતો
મંગળવારે મણિનગરમાં હ્યુન્ડાઈ શો રૂમને સીલ કરી દેવામાં આવ્યો હતો

જોધપુરના સ્ટારબજાર સહિત 10 ઓફિસને સીલ કરી
જોધપુર વિસ્તારમાં આવેલા સ્ટારબજારમાં કોર્પોરેશનની ટેક્સ અને AMTS વિભાગની ટીમે કોરોના ગાઈડલાઈન્સની તપાસ કરતાં 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સ્ટારબજારને સીલ કરી દેવામાં આવ્યું હતું. પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર આવેલા મેઘમણિ હાઉસમાં અને વસ્ત્રાલની વીરા ગોલ્ડમાં 50 ટકાથી વધુ સ્ટાફને બોલાવવા બદલ સીલ કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો