ભાસ્કર એનાલિસિસ:શહેરમાં 5 વર્ષમાં ગુમ થયેલા 17025 લોકોમાંથી 72 ટકાનો કોઈ અતોપતો નથી, માત્ર 28 ટકા કેસ ઉકેલી શકાયા છે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુમ થયેલા ગુમ થયેલા ગુમ થયેલા ની માહિતી મુજબ 2017માં 18થી વધુ વયની 1485 યુવતી-મહિલા લાપતા, 2021માં 45%નો વધારો
  • શહેરમાં છેલ્લા 5 વર્ષમાં 2021માં સૌથી વધુ 2587 લોકો ગુમ થયા અથવા અપહરણ થયું
  • NCRBની માહિતી મુજબ 2017માં 18થી વધુ વયની 1485 યુવતી-મહિલા લાપતા, 2021માં 45%નો વધારો

શહેરમાં ગુમ થતી 18 વર્ષથી વધુ વયની છોકરીઓ, મહિલાઓની ટકાવારીમાં 45 ટકાનો વધારો થયો છે. 2017માં છોકરીઓના લાપતા કે અપહરણના 1485 કેસ નોંધાયા હતા. જે વધીને 2021માં 2355 થઈ ગયા હતા. 2022ના જૂન સુધીમાં જ લાપતા અને અપહરણના કુલ 1990 કેસ નોંધાઈ ચૂક્યા છે. લાપતા અને અપહરણ કેસમાં વધારો થવાની સાથે સાથ આવી ફરિયાદોના નિકાલનું પ્રમાણ ઘટ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ 2017માં 1485 કેસ સામે માત્ર 416 કેસનો નિકાલ થયો હતો. જ્યારે 1069 કેસ વણઉકલ્યા હતા.

2021માં 3599 કેસ સામે માત્ર 588નો નિકાલ થયો હતો. જ્યારે 1747 કેસ વણઉકલ્યા રહ્યા હતા. અર્થાત્ 2021માં પોલીસ લાપતા કે અપહરણ થયેલી 1747 યુવતીઓ કે મહિલાઓને શોધી શકી નહતી. એકંદરે લાપતા કે અપહરણના કેસમાં 24 ટકા વધારો થયો છે. શહેરમાં 5 વર્ષમાં ગુમ થયેલા 17025 લોકોમાંથી 72 ટકાનો કોઈ અતોપતો મળ્યો નથી. જ્યારે માત્ર 28 ટકા કેસમાં ગુમ થયેલા કે અપહરણ થયેલા લોકો શોધી શકાયા છે.

સગીર લાપતા થવાના કેસ ઘટ્યા
છેલ્લા 5 વર્ષમાં સગીર વયના છોકરા-છોકરીઓના અપહરણ કે લાપતા થવાના કેસમાં 40 ટકાનો ઘટાડો થયો છે. તેમાં પણ છોકરીઓનું અપહરણ થવાના કે લાપતા થવાના કેસ 30 ટકા જ્યારે છોકરાઓના કેસ 70 ટકા ઘટ્યા છે. 2017માં કુલ 483 સગીર-સગીરાનું અપહરણ થયું હતું કે લાપતા થયા હતા. પરંતુ 2021માં આ સંખ્યા ઘટીને 321એ પહોંચી ગઈ હોવાની આંકડાકીય માહિતી છે.

જૂન 2022 સુધી અપહરણ-લાપતાના 1501 કેસ

વર્ષ0-14 સુધીના15-18 સુધીના18+કુલ
છોકરાછોકરીછોકરાછોકરીછોકરા, પુરુષછોકરી, મહિલા
20173948241435751,0691,898
20181021251465341,1121,848
2019715171315551,1731,898
20201417201056141,4242,194
2021825261176641,7472,587
6/2022 સુધી518131024549091,501
કુલ831441257443,3967,43411,926

2021માં 14 વર્ષના 74 બાળક-બાળકીઓ લાપતા
2021માં અમદાવાદમાં 14 વર્ષ સુધીના 23 છોકરા અને 51 છોકરી, 15થી 18 વર્ષના 39 છોકરા અને 208 છોકરી જ્યારે 18થી વધુ વયના 943 છોકરા અને 2335 છોકરીઓ લાપતા કે અપહૃત હતી.

5 વર્ષમાં 4767 લાપતા કેસ ઉકલ્યા
એનસીઆરબીના ડેટા મુજબ જૂન 2022 સુધીમાં 0થી 14 વર્ષના 8 છોકરા, 10 છોકરીઓ, 15થી 18 વર્ષના 11 છોકરા, 55 છોકરીઓ જ્યારે 18થી વધુ વયના 115 છોકરા અને 290 છોકરીઓના લાપતા કે અપહરણના કેસ ઉકલ્યા છે. 2017થી 5 વર્ષમાં કુલ લાપતા થયેલા 17025 લોકોમાંથી માત્ર 4767 લોકો જ પરત મળ્યાનું નોંધાયું છે. આ ઉકલેલા કેસમાં 2391 બાળકી, મહિલાઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...