• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Of The 12,000, 4,178 Have Not Yet Been Paid Cora's Death Assistance; Of The Official Deaths, 2629 Received Assistance, The Rest Have Not Yet Filled Out The Form

કોવિડ સહાય:12 હજારમાંથી 4178ને કોરાના મૃત્યુ સહાય હજુ ચૂકવાઈ નથી; ​​​​​​​સત્તાવાર મૃતાંકમાંથી 2629એ સહાય મેળવી, બાકીનાએ હજુ ફોર્મ ભર્યાં નથી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અત્યાર સુધીમાં 43.31 કરોડ સહાય ચૂકવાઈ

અમદાવાદ જિલ્લામાં કોરોના મૃતકોના પરિવાર તરફથી મળેલાં 12,840 ફોર્મમાંથી 4178 મૃતકના પરિવારને હજી આર્થિક સહાયની ચુકવણી કરાઈ નથી. સરકાર તરફથી અત્યાર સુધીમાં 8662 મૃતકોના પરિવારને 50 હજાર પ્રમાણે કુલ 43.31 કરોડની આર્થિક સહાય ચૂકવાઈ છે. બીજી તરફ સરકારના સત્તાવાર મૃત્યુ આંક 3422માંથી 2629ને આર્થિક સહાય ચૂકવાઇ છે. સત્તાવાર મૃત્યુ આંકમાં સમાવિષ્ટ 776 પરિવારોએ હજી સુધી ફોર્મ ભર્યા નથી. જ્યારે 17 ફોર્મમાં હજી હુકમ કરાયા નથી. કોરોનાની સહાય માટે આવેલા ફોર્મમાંથી સૌથી વધુ મણિનગરમાંથી 1138 ફોર્મ ભરાઈને આવ્યા છે.

મામલતદાર કચેરીઓમાં હજી પણ કોરોનાની આર્થિક સહાય માટે ફોર્મ ભરાઈને આવી રહ્યા છે. હાલ ભરાઇને આવેલા 12,840 ફોર્મમાંથી સત્તાવાર મૃત્યુ આંક સિવાયના 10,194 ફોર્મ અને સત્તાવાર મૃત્યુ આંકમાં સમાવિષ્ટ 2629 ફોર્મ છે. મૃત્યુનો સત્તાવાર આંકડો 3422 હતો, જેમાંથી 2646 મૃતકોના પરિવારે ભરેલા ફોર્મમાંથી 2629 ફોર્મ મંજૂર કરીને હુકમ કરાયા હતાં અને 50 હજાર પ્રમાણે આર્થિક સહાય ચૂકવાઇ હતી. હજી 17 ફોર્મમાં હુકમ કરાયા નથી, જેની પાછળનું કોઈ ચોક્કસ કારણ અધિકારીઓ તરફથી જાણવા મળ્યું નથી.

હજુ સુધી કોઈને બે વાર સહાય ચૂકવાઈ નથી
અમદાવાદમાં કોરોનાથી સમય મર્યાદામાં મૃત્યુ થયું હોય અને ફોર્મ ભરાઈને આવે તો તેને સ્થાનિક જિલ્લા કલેકટર કચેરી તરફથી ગ્રાન્ટ ચૂકવાય છે. મામલતદાર તરફથી તેના વતનની કચેરીએ સહાય ચૂકવાઈ ગઈ હોવાની જાણ કરી દેવાય છે. અત્યાર સુધીમાં એક જ વ્યક્તિને બે વાર ગ્રાન્ટ ચૂકવાઇ હોવાનો કિસ્સો અધિકારીઓના ધ્યાનમાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...