તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ નર્સિંગ ડે:SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે 4 વર્ષના અનાથ અને કોરોના પોઝિટિવ બાળકને માતા-પરિવારની હૂંફ આપી 8 દિવસમાં સ્વસ્થ કર્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
4 વર્ષના બાળક સાથે હોસ્પિટલ સ્� - Divya Bhaskar
4 વર્ષના બાળક સાથે હોસ્પિટલ સ્�
  • 4 વર્ષનો બાળક રેલવે સ્ટેશન પરથી પોલીસને મળી આવ્યો હતો.
  • કોરોના ટેસ્ટમાં બાળક પોઝિટિવ આવતા પોલીસે એસ.વી.પી હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો.

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોનાના કેસોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો હતો. તેમાં પણ અમદાવાદમાં એપ્રિલ મહિના દરમિયાન રોજ નોંધાતા નવા કેસનો આંકડો 5000ને પાર પહોંચી ગયો હતો. એવામાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તમામ બેડ એક સમયે ફુલ થઈ ગયા હતા. આ વચ્ચે એસ.વી.પી હોસ્પિટલમાં 4 વર્ષના એક કોરોના સંક્રમિત અનાથ બાળકને તબીબો અને મેડિકલ સ્ટાફે હૂંફ આપીને સ્વસ્થ કર્યો.

4 વર્ષના અનાથ બાળકને કોરોના થયો
અમદાવાદ શહેરમાં બાળકોમાં કોરોના થાય તો એસ.વી.પી હોસ્પિટલ દ્વારા સારવાર અપાય છે. 1લી મેના રોજ રેલવે સ્ટેશનેથી 4 વર્ષનો દેવીલાલ નામનો બાળક પોલીસને અનાથ હાલતમાં મળ્યો હતો. તેનો કોરોના ટેસ્ટ કરતા તે પોઝિટિવ આવ્યો હતો. આથી પોલીસ તેને એસ.વી.પી હોસ્પિટલમાં સારવાર માટે લાવી હતી. આ દરમિયાન બાળક બાલી શકવામાં સક્ષમ નહોતું અને ખોરાક પણ નહોતું લેતું.

એસ.વી.પીના સ્ટાફે બાળકને માતાની હૂંફ આપી
એસ.વી.પીના સ્ટાફે બાળકને માતાની હૂંફ આપી

હોસ્પિટલ સ્ટાફે માતાની હૂંફ આપી 8 દિવસમાં સ્વસ્થ કર્યો
એવામાં એસ.વી.પી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા બાળકને માતાની હૂંફ અને પરિવાર જેવો પ્રેમ આપીને તેને ભાવતી વસ્તુઓ ખાવામાં અને રમકડાં આપવામાં આવ્યા હતા. જેથી બાળકે બે દિવસ બાદ ખાવાનું ચાલું કર્યું અને બોલવાનું પણ શરૂ કર્યું. કોવિડની અત્યંત મુશ્કેલ ભરી પરિસ્થિતિ, માનસિક તણાવ અને હાડમારીવાળી ડ્યુટી વચ્ચે નર્સિંગ સ્ટાફ દ્વારા અત્યંત સરાહનીય કામગીરી કરાઈ અને 8 દિવસની સારવારમાં બાળક કોરોના મુક્ત થઈ ગયો.