તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેવો કોરોના, કેવો નિયમ?:અમદાવાદમાં કડક નાઈટ કર્ફ્યૂના દાવા વચ્ચે કારંજમાં રાત્રે માસ્ક વિના લોકો ટોળે વળ્યા, સવારે 6 વાગ્યા સુધી લારી-ગલ્લા ચાલુ હોય છે

અમદાવાદ3 મહિનો પહેલા
કારંજમાં પટવા શેરીમાં રાત્રિ �
  • લારી ચલાવતો વ્યક્તિ જ સવારે 6 વાગ્યા સુધી લારી ચાલુ રહે છે તેમ કહેતા દેખાયો
  • પોલીસની રહેમનજર હેઠળ જ ખાણી-પાણીની લારીઓ ચાલુ રહે છે

અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેરથી જ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. જેમાં પણ લારી-ગલ્લા સહિતની વસ્તુઓને તો માત્ર 7 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો આદેશ છે. શહેરના મોટાભાગના વિસ્તારો રાતના સમયે સુમસાન જોવા મળતા હોય છે. પરંતુ શહેરના કારંજ પાસે આવેલી પટવા શેરીમાં કર્ફ્યૂ જેવું કશું નથી. સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ રાતે ખાણી-પીણીની લારીઓ ચાલુ રહે છે. આટલું જ નહીં આ લારી-ગલ્લાઓ સવારે 4 અને 6 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. જેમાં લારી વાળા એવું પણ કહેતા દેખાય છે કે, સવારે 6 વાગ્યા સુધી આ લારી ચાલુ રાખે છે.

માસ્ક વિના જ રાત્રે ફરતા દેખાયા લોકો
કારંજ પાસેની આ પટવા શેરીના હાલમાં સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટાભાગના લોકો માસ્ક વગરના દેખાઈ રહ્યા છે. અહીંયા કોરોનાની ગાઈડલાઈન્સનો કોઈ નિયમ લાગુ પડતો ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સામાન્ય રીતે જ્યારે લોકો કર્ફ્યૂમાં કામથી બહાર નીકળે ત્યારે પોલીસ તેમને રસ્તામાં રોકીને બહાર નીકળવાનું કારણ પૂછતી હોય છે. માસ્કના નિયમનો ભંગ થાય ત્યારે તમામ નિયમ પોલીસ સમજાવે છે, પરંતુ પટવા શેરીમાં ઉલ્લંઘન મામલે પોલીસ આંખ આડા કાન કરી દીધા હોય તેમ દેખાઈ રહ્યું છે.

સવારે 4-6 વાગ્યા સુધી લારી-ગલ્લા ખુલ્લા હોય છે
સવારે 4-6 વાગ્યા સુધી લારી-ગલ્લા ખુલ્લા હોય છે

બેદરકારી કોરોનાને આમંત્રણ નોતરી શકે
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કોરોનાની ભયાનક બીજી લહેર અમદાવાદમાં આવી હતી. હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા હતા, દવાઓ, ઈન્જેક્શનો, ઓક્સિજનની પણ ભારે અછત વર્તાઈ હતી. જોકે સરકાર દ્વારા કેટલાક કડક પ્રતિબંધો લાગુ કરાયા બાદ આ લહેર અત્યારે કાબૂમાં આવી ગઈ છે. પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા સંભવત ત્રીજી લહેર આવવાની આગાહી પણ વ્યક્ત કરાઈ છે. જો લોકો આવી જ રીતે બેદરકાર બનીને ફરતા રહેશે તો જલ્દી જ ફરીથી કોરોનાના કેસોમાં ઉછાળો આવી શકે છે.