તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારૂ ગામ કોરોના મુક્ત ગામ:સીંગરવાના કોવિડ કેર સેન્ટરની ઉત્કૃષ્ઠ કામગીરી, 50 બેડની સુવિધા ધરાવતા યુનિટમાં 170થી વધુ દર્દીઓની સફળ સારવાર

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલમાં દર્દીની સારવાર ક� - Divya Bhaskar
હોસ્પિટલમાં દર્દીની સારવાર ક�
  • "મારૂ ગામ કોરોના મુક્ત ગામ”ના દ્રઢ નિર્ધાર સાથે સીંગરવા ગ્રામજનો દ્વારા માનવસેવા યજ્ઞ આદરવામાં આવ્યો.
  • R.M.O. ડૉ. સ્મિતા લાલાણીએ અમેરિકા જવાને બદલે અમદાવાદના ગામડામાં દર્દીઓની સેવા કરવાનું પસંદ કર્યું.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રોમાં વિવિધ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાવવામાં આવ્યા છે. આ કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના દસક્રોઇ તાલુકાના સીંગરવા ગામની સરકારી હોસ્પિટલમાં તારીખ 8 એપ્રિલના રોજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ સેન્ટરને કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યાન્વિત કરાવવામાં આવ્યું હતું. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને તંત્ર દ્વારા સીંગરવા હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાવવાનો નિર્ણય હાથ ધરવામા આવ્યો હતો. જેને આજે એક મહિનો પૂર્ણ થયો છે.

સીંગરવા હોસ્પિટલમાં એક મહિનાથી કોવિડ કેસ સેન્ટર કાર્યાન્વિત
એક મહિનાનો સમયગાળો સીંગરવા ગ્રામ્ય હોસ્પિટલ તંત્ર માટે અતિમહત્વનો રહ્યો છે. ઉક્ત હોસ્પિટલમાં 170 થી વધુ ગ્રામ્ય ક્ષેત્રના અને અમદાવાદ પૂર્વ વિસ્તારના કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી છે. મોટાભાગના દર્દીઓ હસતામુખે આ હોસ્પિટલમાંથી સારવાર મેળવી સંપૂર્ણપણે સાજા થઇ ઘરે પરત થયા છે. સીંગરવા કોવિડ કેર સેન્ટર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ સેન્ટરમાં 32 ઓક્સિજન સુવિધાયુક્ત પથારી ઉપલબ્ધ છે. ત્રણ બાય-પેપ વેન્ટિલેટર, બે HFNC(હાઇ ફ્લો નેઝલ કેન્યુલા) ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં 10 વેન્ટિલેટર ઉક્ત હોસ્પિટલમાં કાર્યાન્વિત કરવામાં આવનાર છે.

સીંગરવા હોસ્પિટલમાં દર્દીઓ માટે ખડેપગ રહે છે સ્ટાફ
સીંગરવા હોસ્પિટલમાં દર્દીઓ માટે ખડેપગ રહે છે સ્ટાફ

હોસ્પિટલમાં તબીબો રાઉન્ડ ધ ક્લોક સેવામાં
સીંગરવા કોવિડ કેર સેન્ટરમાં 580થી વધુ રેમડેસિવીર ઇન્જકેશનના ડોઝ સારવાર મેળવી રહેલા દર્દીઓને આપવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ ડૉ પી.કે.સોલંકી, 7 સિનિયર તબીબો જેમાં બાળરોગ નિષ્ણાંત, સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, એનેસ્થેસિયા વિભાગના ડૉ.મનીષ જાદવ, આર.એ.મો. સહિતના તબીબો રાઉન્ડ ધ ક્લોક સમગ્ર હોસ્પિટલના વ્યવસ્થાપનમાં લગોલગ કાર્યરત રહે છે. સિંગરવા કોવિડ હોસ્પિટલમાં 13 નર્સિંગ સ્ટાફ અને 24 જેટલા સફાઇ કર્મીઓ અને ક્લાસ-4 ના સ્ટાફમિત્રો રાઉન્ડ ધ ક્લોક કોરોનાગ્રસ્ત દર્દીઓની સાર-સંભાળ અને સેવા-સુશ્રુષામાં કાર્યરત રહે છે. આ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓની શારિરીક સારવારની સાથે-સાથે માનસિક સ્થિતિની પણ જાળવણી કરીને કાઉન્સેલર્સ દ્વારા દર્દીઓનું સતત કાઉન્સેલીંગ કરાવવામાં આવે છે. ફીઝીયોથેરાપી પ્રવૃતિઓ, શારિરીક કસરતની જરૂરિયાત ધરાવતા દર્દીઓને તે પ્રવૃતિ સાથે જોડવામાં આવે છે.

અત્યાર સુધીમાં 580 રેમડેસિવિર ઈન્જેક્શન અપાયા
અત્યાર સુધીમાં 580 રેમડેસિવિર ઈન્જેક્શન અપાયા

પરિવારથી દૂર રહી સીનિયર તબીબ દેશ સેવામાં
સીંગરવા કોવિડ કેર સેન્ટર ના આર.એ.મો. ડૉ.સ્મિતા લાલાણીની સેવા અને કર્તવ્યનિષ્ઠા પણ પ્રેરક છે. તેઓ છેલ્લા 2 વર્ષથી લગાતાર આ હોસ્પિટલમાં સરાહનીય સેવાઓ બજાવી રહ્યા છે. તેઓનો પરિવાર અમેરિકામાં સ્થિત છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઘણી વખત અમેરિકા સ્થિત પરિવારે ડૉ. સ્મિતાને અમેરિકા સ્થાયિ થવા પરિવારજનો દ્વારા કહેવામા આવ્યું. પરંતુ આ તબીબની કર્તવ્યનિષ્ઠા અને કોરોના જેવી કપરી મહામારીમાં દર્દીનારાયણની સેવાની પ્રાથમિકતાને તબીબે પ્રાધાન્ય આપ્યું. અમેરિકા જવાનું ટાળીને હાલ દિવસ – રાત સારવાર મેળવી રહેલા દર્દીની સેવા-શુશ્રુષાની સાથે હોસ્પિટલના વ્યવસ્થાપનમાં અગત્યનો ભાગ ભજવી રહ્યાં છે.

પરિવારથી દૂર રહીને સીનિયર તબીબ સેવામાં
પરિવારથી દૂર રહીને સીનિયર તબીબ સેવામાં

ગ્રામજનો દ્વારા ઓક્સિજનની અથત દૂર કરાય છે
સીંગરવા કોવિડ કેર સેન્ટરમાં સીંગરવા ગ્રામ પંચાયત અને ગામના અગ્રણી કુંજનસિંહ ચૌહાણ સહિત સર્વે ગ્રામજનોને કોરોનાની આવી પડેલી આફતનો સામનો કરવા એકજૂથ થઇ સહિયારા પ્રયત્નો હાથ ધર્યા છે. ગામની હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત જણાઇ આવતા અગ્રણી કુંજનસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ ગ્રામપંચાયત દ્વારા તાકીદે સમગ્ર વ્યવસ્થાપન હાથ ધરવામાં આવે છે. ગણતરીના કલાકોમાં જ જી.આઇ.ડી.સી. સ્થિત કંપનીમાંથી ઓક્સિજનની સવલત મેળવીને હોસ્પિટલને પૂરી પાડવાની અગત્યની ભૂમિકા ભજવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્થાપના દિનના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ગ્રામિણ ક્ષેત્રે ગ્રામ યોદ્ધા કમિટિનું ગઠન કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્રારંભે સધન સારવારની સાથે શ્રેષ્ઠ સવલતો મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જ અમદાવાદ જિલ્લાના સિંગરવા ગામ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.

દર્દીઓ સાથે મેડિકલ સ્ટાફ
દર્દીઓ સાથે મેડિકલ સ્ટાફ