તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બાથરૂમમાં પડી ગયેલી મહિલાને સમયસર સારવાર ન મળતા મોત, હોસ્પિટલોમાં કોરોના સિવાયના દર્દીઓ માટે OPD ફરી શરૂ કરવા માંગ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને હોસ્પિટલોમાં OPD શરૂ કરવાની માંગણી.

અત્યારે કોરોનાને કારણે અનેક હોસ્પિટલમાં કોરોના સિવાયની OPD બંધ કરવામાં આવી છે. ત્યારે આ OPD ચાલુ કરવા માટે ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં તથા ઈ-મેઈલ કરીને માંગ કરવામાં આવી છે. હાલ કોરોના સિવાય સામાન્ય શરદી, ઉધરસ, તાવ જેવી તકલીફ વધી છે માટે OPD ચાલુ કરવા માંગણી કરવામાં આવી છે.

કોરોના સિવાયના રોગ માટે OPD ચાલુ કરવાની માગણી
ગ્રાહક સુરક્ષા - ગ્રાહક સત્યાગ્રહ નામની સંસ્થાના પ્રમુક સુચિત્રા પાલેએ જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં કોરોના સિવાયના રોગની સારવાર માટે OPD ચાલુ કરવી ખુબ જરૂરી છે. ભારતમાં ત્રણ વખત ઋતુનું પરિવર્તન થાય છે.જયારે ઋતુ પરિવર્તન હોય છે ત્યારે ઘણા લોકોને શરદી ઉધરસ, તાવ જેવી તકલીફ હોય છે. ઉપરાંત કેટલાક દર્દીને શારીરિક તકલીફ હોય છે. ત્યારે આવી સ્થિતિમાં OPDની જરૂર પડે છે. દર્દીને સમયસર યોગ્ય સારવાર ન મળે તો દર્દીની હાલત પણ ગંભીર થઇ શકે છે. ઉપરાંત કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ, ઓક્સિજન, ઇન્જેક્શન અને દવાઓ માટે પરીવારે ધક્કા ખાવા પડે છે માટે દર્દીઓને તે માટે પણ સુવિધા આપવામાં આવે.

સારવારના અભાવે મહિલાનું મોત થયું
સુચિત્રા પાલે આગળ કહે છે, હાલમાં પાટણ બાજુના પંચાશર ગામમાં એક મહિલા બાથરૂમમાં પડી જતા માથામાં વાગ્યું હતું. સારવાર માટે પરિવારજનો બધી જગ્યાએ ફર્યા પરંતુ સારવાર ન મળી. દર્દીને યોગ્ય સારવાર ન મળતા તેનું મૃત્યુ થઈ ગયું. જો દર્દીને યોગ્ય સારવાર મળી હોત તો તેનું મૃત્યુ ન થયું હોત. આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે OPD ચાલુ રાખવી ખૂબ જ જરૂરી છે.

ખાનગી હોસ્પિટલો બહાર ભાવપત્રક લગાવવામાં આવે
પત્રમાં વધુમાં કહેવાયું છે કે, હાલની પરિસ્થિતિ દુઃખદ છે. છતાં કેટલીક ખાનગી હોસ્પિટલો એવી છે, જે ગ્રાહક-દર્દીને લૂંટવાની કસર છોડતી નછી. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયનો પરિપત્ર તેમજ ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ મુજબ, દર્દીની ટ્રીટમેન્ટ, સગવડો અને ચાર્જીસનું ભાવપત્રક પ્રસિદ્ધ કરાતું નથી. જેથી હોસ્પિટલોના બિલિંગમાં પારદર્શિતા આવતી નથી અને ખોટી રીતે જંગી મોટી રકમના બીલો વસૂલી નફાખોરી આચરે છે. સરકાર તરફથી ખાનગી હોસ્પિટલોમાં ભાવ પત્રક રજૂ કરવું અનિવાર્ય કરવાનો આદેશ કરવો જોઈએ.