તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપીટર્સની બોર્ડની પરીક્ષા:ધો. 10 અને 12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, 15મી જુલાઈએ પહેલું પેપર લેવાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા 15થી 28 જુલાઈ વચ્ચે લેવાશે

3 દિવસ અગાઉ ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. હવે પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, ધો. 10 તથા ધો. 12ના વિજ્ઞાન, કોમર્સ તથા આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા 15મી જુલાઈથી યોજાશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ 10ના રિપીટર્સ વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ
ધોરણ 10ના રિપીટર્સ વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ

15 જુલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની શરૂઆત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ધો.10ની પરીક્ષા 15થી 27 જુલાઈ સુધી લેવાશે. જ્યારે ધો. 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 15થી 26 જુલાઈ સુધી હશે તથા આર્ટ્સ અને કોમર્સના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 28 તારીખે છેલ્લું પેપર હશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ

ધો. 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સ્કૂલોના આચાર્યોએ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવાની રહેશે, એમ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યું છે.

ધોરણ 12ના કોમર્સ અને આર્ટ્સના રિપીટર વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ
ધોરણ 12ના કોમર્સ અને આર્ટ્સના રિપીટર વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ

4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માગ
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી, પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી કે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે. શિક્ષણમંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. એ વિશે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ આધારે લેવાશે.