તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરીજનો ઉતાવળ કરો:રાજ્યમાં વેક્સિન લેવા મામલે શહેરો કરતાં ગામડાં વધુ આગળ, 16 દિવસમાં શહેરોમાં 19 લાખ ડોઝ સામે ગામડાંમાં 26 લાખ ડોઝ અપાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • ગુજરાતમાં કોરોના વેક્સિનના 3.43 કરોડ ડોઝ અત્યારસુધી અપાયા
  • 18થી 44 વર્ષના લોકો વેક્સિન લેવામાં સૌથી આગળ

કોરોના મહામારીને સામે દેશભરમાં છેલ્લા સાતેક મહિનાઓથી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં 30 જુલાઈના રોજ ગુજરાત રસીકરણમાં 2.50 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપનાર ભારતનું ત્રીજું રાજ્ય બની ગયું છે. જાન્યુઆરીથી શરૂ થયેલા આ રસીકરણ કાર્યક્રમમાં જુલાઈ મહિનામાં લગભગ 75 લાખ રસીના ડોઝ અપાયા હતા, જે કુલ રસીકરણના 22 ટકા છે.

ગ્રામીણ વિસ્તારોમાં 26 લાખ ડોઝ 16 દિવસમાં અપાયા
છેલ્લા 16 દિવસમાં રાજ્યમાં થયેલા રસીકરણ પર નજર કરીએ તો શહેરી વિસ્તારોની દૃષ્ટિએ ગ્રામીણ વિસ્તારોમાં વધારે રસીકરણ થયું છે. 19 જુલાઈથી 2 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 26,78,605 રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં 19,40,533 રસીના ડોઝ અપાયા છે. વેક્સિન લેવા મામલે શહેરીજનો કરતાં ગ્રામીણ લોકો આગળ નીકળી ગયા છે. જોકે અમદાવાદ શહેરમાં 39,05,261 રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.

3.43 કરોડ વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં અપાયા
રાજ્યમાં અત્યારસુધીમાં થયેલા કુલ વેક્સિનેશનની વાત કરીએ તો 2351 સરકારી અને 50 પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરોમાં 3,43,29,995 લોકોને વેક્સિન અપાઈ છે, જેમાં 2,59,22,850 લોકોએ પ્રથમ ડોઝ તથા 84,07,145 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

19 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં અપાયેલા ડોઝ

તારીખગ્રામીણ વિસ્તારમાં રસીકરણ

શહેરી વિસ્તારમાં રસીકરણ

19 જુલાઈ2,49,7201,51,621
20 જુલાઈ2,49,3131,64,672
21 જુલાઈ19103343
22 જુલાઈ3,16,8611,95,904
23 જુલાઈ1,95,4451,46,205
24 જુલાઈ1,56,6001,33,343
25 જુલાઈ1,53,6121,69,680
26 જુલાઈ92,20680,971
27 જુલાઈ2,22,6501,54,961
28 જુલાઈ34965876
29 જુલાઈ2,66,4901,73,044
30 જુલાઈ2,07,8411,45,968
31 જુલાઈ1,52,7581,27,945
1 ઓગસ્ટ2,03,2701,42,321
2 ઓગસ્ટ2,06,4331,44,679
કુલ ડોઝ26,78,60519,40,533

​​​​​​વેક્સિન લેવામાં 18-44 વર્ષના લોકો આગળ
કોવિન ડેશબોર્ડ પર ઉપલબ્ધ ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યું હતું કે હજુ સુધીમાં 18-44 વર્ષના સૌથી વધુ લોકોને રસી અપાઈ ગઈ છે. આ સમૂહના 10 લોકો પૈકી 4 લોકોએ, એટલે કે 43 ટકા લોકોએ રસી લઈ લીધી છે. જોકે બંને ડોઝ લીધેલા લોકોમાં વરિષ્ઠ નાગરિકો જ આગળ છે. 18થી 44 વર્ષના યુવાઓમાં 1,50,46,975 ડોઝ અપાયા છે, જ્યારે 45થી 60 વયજૂથના લોકોને 1,12,02,428 ડોઝ અપાયા છે અને 60થી વધુના વર્ષના લોકોને રસીના 80,80,592 ડોઝ અપાયા છે.

આ તસવીર પ્રતીકાત્મક છે.
આ તસવીર પ્રતીકાત્મક છે.

કોવિશીલ્ડ રસીના સૌથી વધુ ડોઝ અપાયા
રાજ્યમાં અત્યારસુધી કોરોનાની રસીના અપાયેલા 3.43 કરોડ ડોઝમાંથી 3.06 કરોડ ડોઝ કોવિશીલ્ડ વેક્સિનના અપાયા છે, જ્યારે 37.05 લાખ ડોઝ કોવેક્સિન રસીના આપવામાં આવ્યા છે, જ્યારે 11,072 ડોઝ રશિયન સ્પુતનિક-V રસીના આપવામાં આવેલા છે.