તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Team Of 20 Youths Started Ahmedabad Kovid Support WhatsApp Helpline, Providing Verified Information Of Oxygen, Bed, Injection, Medicine.

સોશિયલ મીડિયાનો સદુપયોગ:20 યુવાનોની ટીમે અમદાવાદ કોવિડ સપોર્ટ વોટ્સએપ હેલ્પલાઇન શરૂ કરી, ઓક્સિજનથી લઈ દવા સુધીની તમામ માહિતી વેરીફાઇડ કરીને આપે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વોટ્સએપ ગ્રુપથી મદદ - Divya Bhaskar
વોટ્સએપ ગ્રુપથી મદદ
  • કોરોનાની બીજી વેવમાં સોશિયલ મીડિયા પર બેડ,ઓક્સિજન, ઈન્જેકશન અને દવા જેવી વસ્તુ માટે વોટ્સએપ હેલ્પલાઇન શરૂ
  • 20 વોલેન્ટિયરની ટીમ માત્ર સોશિયલ મીડિયા પર જ મળી છે તેઓ એકબીજાને ઓળખતા પણ નથી.
  • ટ્વિટરમાં સૌથી વધારે #gujaratcovidsupport અને#ahmedabadcovidsuppourtના હેશટેગથી લોકો મદદ માંગે છે .
  • આજે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇનમાં સાંજ સુધી 2700 થી વધારે લોકોએ મદદ મેળવી છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે કેટલાક લોકોના ઘર ભાંગી નાખ્યા. આ બીજી લહેરમાં ઘણા લોકોએ તેમના માતા-પિતા, ભાઈ-બહેન અને નાના બાળકને પણ ગુમાવ્યા છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને ઈન્જેકશન પણ ખૂટી પડ્યા છે લોકોને એબ્યુલન્સ પણ નહોતી મળતી એવી સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે આ દરમિયાન આ દર્દીના સ્વજનો સોશિયલ મીડિયામાં પોતાના દર્દીની જરૂરિયાત અંગેની માહિતી સાથે પોસ્ટ કરી તેઓને કોઈ સાચી માહિતી આપે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. દિવસ દરમિયાન#Gujaratcovidsuppourt અને #ahmedabadcovidsuppourt ના હેશટેગ સાથે ટ્વિટરમાં 1000 થી પણ વધુ ઇન્કવારી આવતી હતી.

જેમાં કેટલાક લોકો માહિતીને ચકાસ્યા વગર ફોરવર્ડ કરતા રહેતા હતા. જેથી જે દર્દીને લઈને પરેશાન વ્યક્તિ વધુ હેરાન થતો હતો. ત્યારે સોશિયલ મિડિયા પર 1-2 સભ્યોએ આ માહિતીની ચકાસણી કરી ને લોકોને સાચી માહિતી આપવાની શરૂ કરી. અને આજે તેમાં 20 મેમ્બરની ટીમ કામ કરી રહી છે. અમે આના માટે એક વેબસાઈટ બનાવી અને તેમાં લોકોને માહિતી આપવાની શરૂઆત કરી હતી. પરંતુ લોકો વેબસાઈટ સુધી પહોંચી રહ્યા ન હતા માટે તેમણે હવે વોટ્સએપ હેલ્પલાઈન શરૂ કરી છે. જેમાં તમામ વેરીફાઇડ માહિતી લોકોને સરળતા થી ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

દવાથી લઈને ઓક્સિજન સુધીની તમામ મદદ
દવાથી લઈને ઓક્સિજન સુધીની તમામ મદદ

યુવાનોએ શહેરીજનો માટે મદદ શરૂ કરી
આ ટીમના મેમ્બર મનીષ કુમારે જણાવ્યું કે, અમારી ટીમમાં તમામ યંગસ્ટર છે. લોકો આ આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતા હોય છે. ત્યારે કેટલીક વખત આનો સદુપયોગ પણ થાય છે તો દુરુપયોગ થાય છે. છેલ્લા 1 વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારી gujaratcovidsuppourt ટીમે ટેકનોલોજી અને રિસોર્સની મદદથી લોકોને આવા કપરા સમય એ સાચી માહિતી મળે તે માટે અમે એ સૌપ્રથમ વેબસાઈટ શરૂ કરી હતી સાથે ટ્વિટર પર તમામ લોકોની ઇન્કવારીનો જવાબ આપી તેમને મદદ મળે તે માટે ના પ્રયત્ન કર્યા. પરંતુ ત્યારબાદ છેલ્લા 1 મહિનાથી ઇન્કવારીની પોસ્ટ વધતી ગઈ જેમાં કોઈને ઓક્સિજન જોઈએ તો કોઈને ICU બેડ સાથે પ્લાઝમાની જરૂરિયાત પણ સતત વધવા માંડી.

20 જેટલા યુવાનો લોકો સુધી સચોટ માહિતી પહોંચાડી રહ્યા છે
20 જેટલા યુવાનો લોકો સુધી સચોટ માહિતી પહોંચાડી રહ્યા છે

વોટ્સએપ હેલ્પલાઈનની શરૂઆત
આથી અમે સતત દિવસભર સોસિયલ મીડિયા પર એક્ટિવ રહીને તમામ માહિતી વેરીફાઈ કરી ને લોકો ની મદદ કરતા હતા.પરંતુ અમે આ માહિતી જરૂરિયાત વાળા લોકો જોડે સરળતા થી અને ઝડપી પહોંચે તે માટે આજે વોટ્સએપ હેલ્પલાઇન શરૂ કરી છે. જેમાં અમદાવાદ માં કોઈ પણ વ્યક્તિ ને કોવિડ રિલેટેડ કઈ પણ પ્રશ્ન હોય તો તે સરળતાથી માહિતી આધારે તેનો નિકાલ લાવી શકે.અમે આ વોટ્સએપ હેલ્પલાઇન માં બેડ ની અવેબલિટી, ઓક્સિજન, ડોક્ટર ઓન કોલ, લેબ ટેસ્ટ,ટિફિન સર્વિસ ,ઈન્જેકશન-દવા,પ્લાઝમા અને કોવિડ થી કઈ રીતે બચી શકાય તે માટેની તમામ વેરીફાઇડ માહિતી અમે આ હેલ્પલાઇન માં ઉપલબ્ધ કરાવી છે.

2700થી વધુ લોકોએ મદદ લીધી
અમારી ટિમ આ માહિતી સતત વેરીફાઇડ કરી ને ડેટા ભેગો કરે છે.અને લોકો ને મદદ કરે છે આજે સવારે એ અમે આ હેલ્પલાઇન શરૂ કરી અને તેમાં 2700 થી વધારે યુનિક લોકો આ હેલ્પલાઇન ની મદદ લીધી છે.અમને આ બધું કરવામાં કોઈ આર્થિક ફાયદો થતો નથી.પરંતુ અમે બધા પોતાની આવડત નો ઉપયોગ કરી ને લોકો ને કોઈક રીતે મદદ કરી રહ્યા છે.કારણે આવા સમયે ખોટી માહિતી ના કારણે લોકો ઘણા પરેશાન થાય છે.અમે કોઈ પણ ઇન્કવારી આ હેશટેગ થી આવે તો તેને એક જ મિનિટમાં તેનો રીપ્લાય કરીએ છે.આવા સમયે ઘણા વોલેન્ટીયર અને NGO પણ અમારા સંપર્ક માં રહે છે તેઓ પણ અમારી પાસે થી આવા જરૂરિયાત વાળા લોકો ની માહિતી મેળવી ને તેઓ ની મદદ કરે છે.આવા સમયે બધા સાથે મળી ને કોરોના સામે લડીશું તો જ તેને હરાવી શકીશું.