તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની કામગીરી:ઓઢવ: 39 લાખ રૂપિયાના ખર્ચે ગાર્ડન બનીને તૈયાર, ટૂંક સમયમાં કરાશે શરૂ

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઓઢવમાં નવો ગાર્ડન બનીને તૈયાર થઈ ગયો છે. 39 લાખના ખર્ચે 3700 ચો.મી વિસ્તારમાં આ ગાર્ડન પથરાયેલો છે. ઓઢવ વોર્ડના અા ગાર્ડનને લઈને સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો છે કેમ કે હવે તેમને કાંકરિયા કે નરોડા કે લૉ ગાર્ડન સુધી લાંબા થવું નહીં પડે. જોકે, આ ગાર્ડનની ખાસ વિશેષતા છે કે તે અાયુર્વેદિક પ્લાન્ટેશન અાધારિત તૈયાર થયો છે. અા ઉપરાંત 15 હજાર લિટર કેપેસિટીની અંડરગ્રાઉન્ડ ટાંકી પણ હશે જેથી તેને લીલોછમ રાખી શકાય. તેમાં 8 બાય 8 મીટરનો ગજેબો તેમજ અાકર્ષક બેઠક વ્યવસ્થા પણ હશે. અા ઉપરાંત ફિટનેસપ્રેમીઓ માટે 300 મીટર રનિંગ પેવર બ્લોક સાથેનો વોકિંગ ટ્રેક પણ છે.

ગાર્ડનમાં ટહેલવા માટે હવે સ્થાનિકોએ બહાર નહીં જવું પડે
ઓઢવનો ગાર્ડન સ્થાનિકોની જરૂરિયાત છે. બાળકો અને તેમના પેરેન્ટ્સ તેમજ સિનિયર લોકો અહીં અાવીને શાંતિથી બેસી શકશે. તેમણે ગાર્ડન માટે દૂર નહીં જવું પડે. - પ્રવીણ પટેલ, રહેવાસી

કોરોના સંક્રમણ ઘટશે એટલે લોકો ગાર્ડનમાં આવતા થશે
ઓઢવમાં ગાર્ડન બનતા સ્થાનિકોને હવે બહાર જવું નહીં પડે. જોકે, અત્યારે કોરોનાના કારણે ગાર્ડન બંધ છે પણ સંક્રમણ ઓછું થશે એટલે લોકો ગાર્ડનમાં આવતા થશે. - યશ્વી પંચાલ, રહેવાસી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો