વાલીઓમાં વિરોધ:ઓઢવની સ્કૂલે બોર્ડની પરીક્ષા માટે રૂ.355ને બદલે રૂ.500 ફી વસૂલી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાજા અગ્રસેન સ્કૂલ સામે વાલીઓએ ફરિયાદ કરી હતી
  • સ્કૂલે રૂ.145 વધુ વસૂલ્યા,પણ કોઈ રિસિટ આપી ન હતી

ઓઢવની મહારાજા અગ્રસેન સ્કૂલે ધો.10ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફીના રૂ.355ની જગ્યાએ 500 વસૂલતા વાલીઓમાં વિરોધ છે. પરંતુ સ્કૂલ સંચાલકોએ ધો.9ની એનરોલમેન્ટ ફી માટે વધારાની રકમ ઉઘરાવી હોવાની વાત જણાવી હતી. જ્યારે કે શહેર ડીઇઓ જણાવ્યું હતું કે, સ્કૂલે બોર્ડે નક્કી કરેલી ફી કરતા વધુ લીધી હશે તો કડક કાર્યવાહી થશે.

ગુજરાત બોર્ડે વાલીઓને આર્થિક બોજો વધે નહીં તે માટે આ વર્ષે બોર્ડની પરીક્ષાની ફીમાં કોઇ જ ફેરફાર કર્યો નથી. પરંતુ ઘણી સ્કૂલો દ્વારા પોતાની રીતે જ વાલીઓ પાસેથી ફી વસૂલવામાં આવી છે. વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઓઢવમાં આવેલી ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી મહારાજ અગ્રસેન સ્કૂલ દ્વારા ધો.10ની બોર્ડે નક્કી કરેલી ફી કરતા 145 રૂપિયા વધુ વસૂલ્યા છે. જ્યારે કે વધુ વસૂલેલી ફીની સ્કૂલે કોઇ રસીદ આપી નથી. સ્કૂલે બોર્ડની ફીના નામે તમામ વાલીઓ પાસેથી આ ફી વસૂલી છે. આ સમગ્ર મુદ્દે સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બોર્ડની ફીની સાથે ધો.9ની એનરોલમેન્ટ ફી પણ ઉઘરાવવામાં આવી છે. જ્યારે આ સમગ્ર મુદ્દે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે, સ્કૂલ બોર્ડે નક્કી કરેલી ફી કરતા વધુ ઉઘરાવી ન શકે, પરંતુ જો સ્કૂલે વધુ ફી ઉઘરાવી હશે તો સ્કૂલ પર કડક કાર્યવાહી કરશે.

બોર્ડે જાહેર કરેલી ફી

ધોરણફી
ધો.10355
ધો.12 (વિ. પ્રવાહ)605
ધો.12 (સા. પ્રવાહ)490
અન્ય સમાચારો પણ છે...