કાર્યવાહી:ઓઢવ પોલીસ અને NGOએ સંયુક્ત ઓપરેશન કરી મલ્હાર એસ્ટટમાંથી રાજસ્થાનના 16 બાળ મજૂરો છોડાવ્યા, માલિકની ધરપકડ કરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે 16 બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા - Divya Bhaskar
પોલીસે 16 બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા

ઓઢવ મહિલા એસ્ટેટમાંથી 16 બાળ મજૂરોને છોડાવવામાં આવ્યા છે. જેમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, તમામ બાળકો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તમામ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી. ત્યારે ઓઢવ પોલીસ અને એનજીઓએ સંયુક્ત ઓપરેશન કરી તમામ બાળકોને મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ પોલીસે ફેક્ટરી માલિકની ધરપકડ કરી છે. આ ઓપરેશન પાર પાડવા જિલ્લા ટાસ્ક ફોર્સ, બચપન બચાઓ આંદોલન, ફ્રેન્ડ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રેન અને IHRCના વોલેન્ટિયર્સે ઉત્તમ કામગીરી કરી છે.

બાળકો પાસે મજૂરી કરાવનારને જેલ અને દંડ
બાળમજૂરી (પ્રતિબંધ અને નિયમન) ધારામાં જણાવવામાં આવ્યું છે કે, 14 વર્ષથી ઓછી વયના બાળકને વેપારી એકમમાં કે ઘર મજૂરી માટે રાખવા ઉપર પ્રતિબંધ છે. જે લોકો આવાં બાળકોને નોકરીમાં રાખે છે તેમને 6 માસથી બે વર્ષની જેલ અથવા રૂ. 20,000થી 50,000 સુધીનો દંડ થઈ શકે છે.

પહેલા પણ દરોડા પાડી બાળમજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા
સુરતમાંથી રાજસ્થાનથી બાળ મજૂરી માટે લવાયેલા 137 બાળકોને પોલીસે મૂક્ત કરાવ્યા હતા. જ્યારે અમદાવાદના નારોલમાં બાળ મજૂરીની ચૂંગાલમાંથી પોલીસે 10 બાળકોને મૂક્ત કરાવ્યા હતા. જેથી ગુજરાતમાંથી બાળમજૂરીના દૂષણને નાબૂદ કરવા માટે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાતના દરેક જિલ્લામાં મહિનામાં ઓછામાં ઓછા ચાર સ્થળોએ રેઈડ કરવાનું ફરમાન જારી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...