તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જડેશ્વર વન:10 કરોડના ખર્ચે 8.55 હેક્ટરમાં તૈયાર થયેલું ઓઢવનું વન ખુલવાની રાહમાં છે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

7 હજાર જેટલા વૃક્ષો અને 10 હજાર જેટલા છોડમાં વિસ્તરેલું છે પૂર્વના ઓઢવ વિસ્તારનું 8.55 હેક્ટરનું જડેશ્વર વન. કોરોનાકાળ પહેલાં એક સમયે વિકેન્ડમાં 6 હજાર જેટલા મુલાકાતીઓ અહીં આવતાં તેને બદલે આજે આ વન મુલાકાતીઓની ગેરહાજરીથી સૂમસામ છે. હાલ કોરોનાકાળને લઈને તેને તાળા લાગેલા છે. કાંકરિયા અને ઝૂ ઓપન થઈ ગયા પણ આ વન હજુ પણ ઓપન થયું નથી.

આ અંગે ભાસ્કર સાથેની વાતમાં શહેરનાં ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો.શકિરા બેગમે કહ્યું કે, ‘જડેશ્વર વન એક સાંસ્કૃતિક વન છે અને તેમાં 7 હજાર વૃક્ષો ઉપરાંત બીજા દસેક હજાર નાના મોટા છોડ છે. બહુ ઓછા લોકોને ખબર છે કે અહીં વોકિંગ-જોગિંગ ટ્રેક, ઓફન જિમ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને ઓર્ગેનિક નર્સરી પણ છે. પૂર્વમાં પશ્ચિમ કરતાં પૂર્વમાં પ્રદુષણની માત્રા વધુ હોય છે ત્યારે 10 કરોડના ખર્ચે બનેલું આ વન ભરપૂર ઓક્સિજન પણ આપે છે. 70માં વન મહોત્સવ અંતર્ગત ઓગષ્ટ 2019માં તેનો પ્રારંભ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો