• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • October 18 22 Defense Expo More Than 50 Chartered Aircraft Will Land, Many Companies From Home And Abroad Will Participate At Gandhinagar

પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા:18-22 ઓક્ટોબર ડિફેન્સ એક્સ્પો 50થી વધારે ચાર્ટર્ડ વિમાન ઉતરશે, ગાંધીનગર ખાતે દેશ-વિદેશની અનેક કંપની ભાગ લેશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મર તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મર તસવીર
  • અમદાવાદ એરપોર્ટ પર એરક્રાફ્ટ પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા

ગાંધીનગર ખાતે 18થી 22 ઓક્ટોબરે યોજાનારા ડિફેન્સ એક્સ્પો માટે અમદાવાદ એરપોર્ટ ઉપર વ્યવસ્થાના ભાગરૂપે ડિફેન્સ ના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તેમણે ખાસ કરીને એક્સ્પોમાં આવનાર ચાર્ટર્ડ અને ફાઇટર પ્લેનના પાર્કિંગ અને કાર્ગોમાં આવનાર ડિફેન્સના સાધનોની સુરક્ષા અંગે સિકયુરિટી એજન્સીઓ સાથે ચર્ચા કરી હતી. ડિફેન્સ એક્સ્પોમાં ભારતીય સંરક્ષણ દળોના અધિકારીઓ ખાસ પ્રકારના હેલિકોપ્ટરથી આવશે.

આ દરમિયાન ડિફેન્સના જુદાં એરક્રાફ્ટ પણ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે એમ સૂત્રો જણાવે છે. ગત વર્ષે ડિફેન્સ એક્સપો માટે 63 દેશોના 121 પ્રદર્શકો સહિત 973 જેટલાં પ્રદર્શકોએ એક્સપોમાં ભાગ લેવા નોંધણી કરાવી હતી. આ એક્સ્પોમાં દેશ વિદેશના મહાનુભાવોના 50 ચાર્ટર્ડ એરક્રાફ્ટની અવરજવર રહેશે, આ સાથે જુદા જુદા ફાઈટર પ્લેન પણ અમદાવાદ એરપોર્ટ ઉપર આવે તેવી શક્યતાઓ છે. એરક્રાફ્ટ ના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા એરપોર્ટ ઉપર ઉભી કરાશે.

રૂટિન ફ્લાઈટ પર અસર નહીં પડે
એક્સ્પો દરમિયાન શીડ્યૂલ ફ્લાઇટના ટાઇમટેબલને અસર ન થાય અને મુસાફરોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. ડિફેન્સ એક્સપોમાં ભારત ઉપરાંત ભાગ લેનાર દેશો તેમના ભૂમિદળ, નૌ સેના અને વાયુદળના અત્યાધુનિક સાધનોનું પ્રદર્શન કરશે.

અન્ય સમાચારો પણ છે...