શહેરમાં પાર્કિંગ માટેની નવી પોલીસી લાવવામાં આવી હોવાની જાહેરાતો મ્યુનિ. મોટાપાયે કરે છે. મધ્ય ઝોનમાં ભદ્ર પ્લાઝા, રીલિફ રોડ, સહિત અન્ય અનેક સ્થળે ઓનરોડ પાર્કિંગની વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. જોકે મ્યુનિ. તેનો યોગ્ય અમલ કરાવી નહી શકતાં ત્યાં પાર્કિંગ સ્પોટ પર ફેરિયાઓએ કબજો જમાવ્યો છે.
ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ કમિશનરને પત્ર પાઠવીને રજૂઆત કરી છેકે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મ્યુનિ. નવી ટ્રાફિક પોલિસી હેઠળ પેઇડ પાર્કિંગની સુવિધા વધારી રહી છે. જોકે તે બધી જગ્યા પૈકી અનેક જગ્યાઓ તો પાર્કિંગના ઉપયોગને બદલે માત્ર ફેરિયાઓ બેસવાના ઉપયોગમાં જ આવી રહી છે. તેમ છતાં તેની સામે કોઇ યોગ્ય પગલા લેવામાં આવતા નથી. તેમણે પાર્કિંગની યોગ્ય પોલિસી લાગુ કરવા માટે માગ કરી છે. શહેરમાં જમાલપુર બ્રિજ નીચે તો માત્ર શાકભાજીના ફેરિયાઓ જ બેસે છે. ત્યારે ટુવ્હિલર કે ફોરવ્હિલર પાર્કિંગ થતાં જ નથી. ત્યારે આવી અનેક સ્થળે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા જળવાવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.