AMC એક્શનમાં:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વોર્ડમાં અડચણરૂપ લારીઓ દૂર કરાઈ

અમદાવાદ14 દિવસ પહેલા
  • રેડીમેડ ગારમેન્ટ, બૂટ ચંપલ તથા અન્ય ધંધો કરતા લારીવાળા ફેરીયાના દબાણો દૂર કરાયા

અમદાવાદ શહેરમાં આવેલી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાની જાહેરાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર ટ્રાફિકને અડચણરૂપ હોય તેવી લારીઓને દૂર કરવામાં આવશે તેવું કહેતા આજે સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા અલગ અલગ વોર્ડમાં અડચણરૂપ લારીઓ દૂર કરાઈ હતી.

ઇસ્કોન ચાર રસ્તા સહિતમાં લારીઓ હટાવાઈ
જોધપુર વોર્ડમાં ઇસ્કોન ચાર રસ્તાથી સર્કલ-પી સુધી એસ.જી. હાઇવે તથા આનંદનગર-પ્રહલાદનગર રોડ તથા સરખેજ વોર્ડમાં સર્કલ-પી થી દિવ્યભાસ્કર સુધી એસ.જી. હાઇવે પેરેલલ સર્વિસ રોડ પરના અને કોર્પોરેટ રોડ જેવા મુખ્ય રસ્તા ઉપર તેમજ ફૂટપાથ પર ઉભા રહી ધંધો કરતા અને ટ્રાફિકને અડચણરૂપ એવા લારી, ટેમ્પા,પાથરણા વિગેરે પાથરી ખાણી પીણી,રેડીમેડ ગારમેન્ટ, બૂટ ચંપલ તથા અન્ય ધંધો કરતા લારીવાળા ફેરીયાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.છે.

વસ્ત્રાપુર વિસ્તારમાં લેક નજીક પણ આજે સવારથી જ નાસ્તા, ઈંડા, મેગી વગેરેની લારીઓ દૂર કરાઈ હતી
વસ્ત્રાપુર વિસ્તારમાં લેક નજીક પણ આજે સવારથી જ નાસ્તા, ઈંડા, મેગી વગેરેની લારીઓ દૂર કરાઈ હતી

કાચા ઝૂપડા, લારીઓ સહિતને દૂર કરી ગોડાઉનમાં જમા કરાયા
આ કામગીરી દરમ્યાન કાચા શેડ કોમર્શિયલ-9, કાચા ઝૂપડા-16, લારી નંગ-12, કેબીન-9, ભંગાર ટુ-વ્હીલર-1, ભંગાર ટેમ્પો-1 તથા પરચુરણ માલ-સામાન જેવા કે ટેબલ-ખુરશી, પ્લાસ્ટીક કેરેટ, કેરબા, વાંસવળીઓ, લોખંડની એંગલ, લાકડાના પટીયા, સોફા, પ્લાસ્ટીક મીણીયા...વિગેરે મળી કુલ 231 આઇટમ દબાણો જાહેર રોડ-રસ્તા પરથી દૂર કરી દબાણ ગોડાઉનમાં જમા કરવામાં આવ્યા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં લેક નજીક પણ આજે સવારથી જ નાસ્તા, ઈંડા, મેગી વગેરેની લારીઓ દૂર કરાઈ હતી.

231 આઇટમ દબાણો જાહેર રોડ-રસ્તા પરથી દૂર કરી દબાણ ગોડાઉનમાં જમા કરવામાં આવ્યા
231 આઇટમ દબાણો જાહેર રોડ-રસ્તા પરથી દૂર કરી દબાણ ગોડાઉનમાં જમા કરવામાં આવ્યા

મોટાભાગે સાંજે નોનવેજની લારી હોય રોડ પર ઉભી રહે છે
જોકે સાંજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી બંધ કરી દેવાઈ હતી.દરેક જગ્યાએ ઈંડા નોનવેજ હોય કે ખાણીપીણીની લારીઓ વગેરે જોવા મળી હતી. સવારે જ માત્ર દૂર કરવામા આવી હતી. મોટાભાગે સાંજે ખાણીપીણી હોય કે ઈંડા નોનવેજની લારી હોય રોડ પર ઉભી રહે છે. જેને એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...