તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ:ગુજરાત યુનિવર્સિટીની એડમિશનમાં ખાનગી એજન્સી સામે ABVPને વાંધો, સરકારી કંપનીને કામગીરી સોંપવા માગ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ABVPએ ખાનગી એન્જસીની કામગીરી સામે વિરોધ અને પરીક્ષા ફી પરત કરવા માગ કરી - Divya Bhaskar
ABVPએ ખાનગી એન્જસીની કામગીરી સામે વિરોધ અને પરીક્ષા ફી પરત કરવા માગ કરી
  • ખાનગી એજન્સી દ્વારા એડમિશન પ્રકિયામાં ગોટાળા કરવામાં આવતા હોવાનો ABVPએ આક્ષેપ કર્યો
  • વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા પરીક્ષા ફી પરત આપવા પણ માગણી કરી

ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રકિયા માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીમાં ખાનગી એજન્સી દ્વારા ગોટાળા કરવામાં આવતો હોવાની ABVPનો આક્ષેપ છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, તેમની પરીક્ષા ફી પરત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

એડમિશન કામગીરી સરકારી કંપનીને આપવા માગ
ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા અને પરીક્ષા ફી લઈને રજૂઆત કરવામાં આવી હતી. ABVPનો આક્ષેપ છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રકિયા કરતી ખાનગી એજન્સી ગડબડ કરે છે. જેથી એડમિશન પ્રકિયાની કામગીરી સરકારી કંપનીને આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમને પરીક્ષા ફી ભરી હોય તે પરત આપવામાં આવે.આ માંગણી પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર રીતે આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી.

NSUIએ શુક્રવારે કુલપતિને ફી પરત આપવા આવેદન પત્ર આપ્યું હતું
NSUIએ શુક્રવારે કુલપતિને ફી પરત આપવા આવેદન પત્ર આપ્યું હતું

NSUIએ ફી પરત માટે કુલપતિને આવેદન પત્ર આપ્યું
NSUI દ્વારા યુનિવર્સિટીના કુલપતિને ફી પરત આપવા મામલે શુક્રવારે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓની ગત વર્ષ દરમિયાનની ફી પરત આપવા માંગણી કરવામાં આવી છે. NSUIની માંગણી છે કે આખા વર્ષ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઈ કામકાજ કરવામાં આવ્યું નથીં પરંતુ ફી અખા વર્ષની ઉઘરાવવામાં આવી છે. જેમાં સ્પોર્ટ્સ, જીમ, લાયબ્રેરી, યુથ જેવી અનેક પ્રકારની ફી છે. કોરોનાને કારણે તમામ કોલેજો પણ બંધ હતી અને કોઈ વધારાની પ્રવૃત્તિ પણ થઇ નથી. જેથી નૈતિકતાના આધારે ફી પરત કરવી જોઈએ. જેનાથી મહામારીના સમયમાં વાલીઓને રાહત મળે.

અન્ય સમાચારો પણ છે...