તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના જેવી મહામારીમાં ડૉક્ટર્સ પછી જો કોઈની મોટી જવાબદારી હોય તો એ નર્સીસની છે જેઓ ઘરથી દૂર હોસ્ટિપલમાં રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આજે ઈન્ટરનેશનલ નર્સીસ ડે છે ત્યારે સિટી ભાસ્કરે સરકારી હોસ્પિટલોમાં શરૂઆતથી જ ખડપગે પેશન્ટ્સના સગાં સંબંધી, મા-બાપ બની સેવા કરી રહેલા નર્સીસ સાથે વાત કરી હતી. જાણવા મળ્યું હતું કે, નર્સીસનું કામ દવા આપવા કે ડૉક્ટર્સની સહાયતા કરવા પૂરતું નથી તેઓ ઓલરાઉન્ડર ક્રિકેટરની જેમ કામ કરી રહ્યા છે. કોઈ પેશન્ટની હિંમત બને છે તો કોઈ તેમના ભાઈ કે બહેન બનીને સાંત્વના આપે છે.
જાણો કોવિડ-19 દર્દીઓની સેવામાં 24 કલાક હાજર ‘નર્સ વોરિયર્સ’ની કહાની...
મમ્મી-પપ્પા ઘરે બીમાર હતા, બીજા પાસે દવા મોકલાવી
દવા આપવા ઉપરાંત હિંમત પણ આપીએ છીએ. ઘરે 15 દિવસે એકવાર જઉં છું મહિનામાં બે વાર પરિવારજનોને જોવાનો મોકો મળે છે બાકીના દિવસોમાં સિવલની હોસ્ટિપલમાં રહું છું. મારા મમ્મી-પપ્પા ઘરે બીમાર હતા હું ડ્યૂટી પર હતો જેથી બીજા પાસે દવા મોકલાવી હતી અને દૂરથી જ ફોન પર વાત કરી લેતો હતો. કેમ કે, અત્યારે મારી જવાબદારી મારી ફરજ છે. અમારે ડ્યૂટીમાં જ્યારે જરૂર પડે ત્યારે દિવસમાં સેફ્ટી માટે 12 કલાક પીપીઈ કિટ પહેરવી પડે છે કલાકે દોઢથી બે લિટર જેટલો પરસવો વડે છે પરંતુ તે સેફ્ટીના કારણે કાઢી શકાતી નથી જેથી કલાકમાં ત્રણથી ચાર લિટર પાણી પીવાઈ જાય છે પરંતુ ક્યારેક પેશન્ટની સારવારમાં પાણી પીવાનો સમય પણ નથી રહેતો. પ્રોટેક્શન માટે દરરોજ સવારે ઉકાળો, બે કલાક પછી ગરમ પાણી, બીજી તકેદારીમાં સેનિટાઈઝર જરૂર પડે ત્યારે વિટામિન સી, હાઈડ્રોક્લોરોક્વીન ટેબ્લેટ પણ લઈએ છીએ. - આકાશ પટની, સ્ટાફ નર્સ, સિવિલ
હોસ્પિટલમાં રહી દીકરીને વીડિયો કોલ કરું તો રડી પડે છે
અમે અત્યારે સાતેય દિવસ સિવિલમાં છીએ જ્યારે પણ ડ્યૂટી પર હોઈએ છીએ ત્યારે મારા પડોશીઓ અને હસબન્ડ જમવાનું બનાવીને મારા દીકરા (15 વર્ષ) અને દીકરી (7 વર્ષ)ને આપે છે. સિવિલમાં દર્દીઓને અને ફોન પર પરિવારને મેનેજ કરી લઉં છું. એમબીએનો કોર્સ નથી કર્યો પરંતુ પરિસ્થિતિએ મેનેજમેન્ટ શિખવાડી દીધું છે. હોસ્પિટલમાં રહી દીકરીને વીડિયો કોલ કરું તો રડવા લાગે છે ક્યારેક નારાજ થઈ વાત પણ નથી કરતી પરંતુ સેવા કરવી એ અમારી ફરજ છે સિવિલમાં અમારું પૂરતું ધ્યાન રખાય છે. બસ સાથ સહકારની જરૂર છે તો લોકોના જેઓ કોરોનાની ચેન તોડી શકે છે દવા કરતા એ જરૂરી છે જેથી તેમને ઘરે રહી સેફ રહેવાની પહેલા જરૂર છે. - રીંકુ ભાવસાર, નર્સ, સિવિલ હોસ્પિટલ
આયુર્વેદિક ઉપચાર અને ગરમ પાણી પીને સ્વ કાળજી લઈએ છીએ
લોકોની સેવા કરવી ગમે છે પરંતુ અમે જ્યારે પણ ઓન ડ્યૂટી હોઈએ ત્યારે અમે જે રીતે અમારું ધ્યાન રાખવા મલ્ટિવિટામિન ટેબ્લેટ, પીપીઈ કિટ, રેગ્યુલર ઉકાળો, આયુર્વેદિક ઉપચાર કરીએ છીએ તેટલું જ ધ્યાન બહાર રહેતા સામાન્ય લોકોને રાખવાની જરૂર નથી. તેઓ બહાર ના નિકળે, માસ્ક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે એટલું જ અમારા માટે પૂરતું છે. તો જ આ ચેન તૂટશે અને નિર્માણ થયેલી પરિસ્થિતિ કાબૂમાં આવશે. - સ્મિતા કે પંચાલ, નર્સ, સિવિલ
નર્સીસ ડેનો ઇતિહાસ અને તેનું અમદાવાદ કનેકશન
‘લેડી વિથ ધ લેમ્પ’ તરીકે ઓળખાતા ફ્લોરેન્સ નાઇટિંગલની યાદમાં નર્સીસ-ડે ઊજવાય છે
‘લેડી વિથ ધ લેમ્પ’ તરીકે અમર થઈ ગયેલાં ફ્લોરેન્સ નાઇટિંગલની યાદમાં વિશ્વમાં ‘ઈન્ટરનેશનલ નર્સીસ ડે’ ઊજવાય છે.બ્રિટિશ પરિચારિકા એવા ફ્લોરેન્સ નાઇટિંગલએ મોર્ડન નર્સિસ ફિલ્ડના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. 1853માં બ્રિટન-ફ્રાન્સના રશિયા સામેના યુદ્ધમાં ઘવાયેલા 18 હજાર સૈનિકોની સારવાર કરવાનું કામ ફ્લોરેન્સ નાઇટિંગલની નર્સિંગ ટીમને સોંપવામાં આવ્યું હતુ.
1888માં નાઇટિંગલને પત્ર લખીને અમદાવાદને વખાણ્યું હતું
1857માં અંગ્રેજો સામે આઝાદીની લડાઈએ જોર પકડ્યું ત્યારે નાઇટિંગલનું ધ્યાન ભારતમાં જાહેર આરોગ્યની સ્થિતિ તરફ ખેંચાયું હતુ. 24મી ઓક્ટોબર, 1888માં નાઇટિંગલે લોર્ડ રિપન પત્ર લખીને અમદાવાદની ગટર વ્યવસ્થા, પાણી પહોંચાડવાની વ્યવસ્થા અને સ્વચ્છતા બાબતે અમદાવાદનું સંચાલન કરી રહેલાં મેનેજમેન્ટને આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેઓએ ભારતના અન્ય શહેરોએ પણ અમદાવાદમાંથી પ્રેરણા લઈને આ પ્રકારનું મેનેજમેન્ટ લાગુ કરવાનું સૂચન કર્યું હતું. નાઇટિંગલ ઇચ્છતાં હતાં કે, અમુક બ્રિટિશ અધિકારીઓની જેમ નાઇટિંગલે ક્યારેય ભારતીયોની અસ્વચ્છતાની ટીકા નહોતી કરી.
નાઇટિંગલે અમદાવાદને લખેલા પત્રના અંશો
અમદાવાદ તેના સ્થાનિક પ્રમુખ રણછોડલાલ છોટાલાલની આગેવાનીમાં પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા મુદ્દે શાનદાર કામ કરી રહ્યું છે, જે તમારા માટે મોટી વાત છે. હવે તેઓ શહેરને અવિરત પાણી પૂરું પાડવાની તૈયારીમાં છે, જે તેઓ સારી રીતે બાંધવામાં આવેલા નદીના પટમાંથી મેળવશે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.