તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓ સાથે ઉજવણી:અમદાવાદની GCS હોસ્પિટલમાં નર્સોએ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે મળીને આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે ઉજવ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી
  • દર્દીઓને તણાવમુક્ત રાખવા માટે કોવિડ વોર્ડમાં અંતાક્ષરી, પ્રાણાયામ, યોગા અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું.

દર વર્ષે 12 મેના રોજ ફ્લોરેન્સ નાઈટિંગલના જન્મદિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય નર્સિંસ ડેની ઉજવણી કરવામાં આવે છે. અત્યારે કોરોના વાઇરસની મહામારી સામે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર લોકોના જીવ બચાવવા નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ કોરોના યોદ્ધા તરીકે ખુબ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે નિમિત્તે અમદાવાદમાં નરોડા રોડ પર આવેલ GCS હોસ્પિટલમાં નર્સોએ દર્દીઓ સાથે મળીને આ ખાસ દિવસની ઉજવણી કરી હતી.

દર્દીઓએ પણ આ કાર્યક્રમ નિહાળીને આનંદ માણ્યો હતો
દર્દીઓએ પણ આ કાર્યક્રમ નિહાળીને આનંદ માણ્યો હતો

દર્દીઓએ કાર્યક્રમ નિહાળીને આનંદ માણ્યો
નર્સોને પ્રોત્સાહિત કરવા તેમજ કોવિડના દર્દીઓને પણ તણાવમુક્ત રાખવા માટે કોવિડ વોર્ડમાં અંતાક્ષરી, પ્રાણાયામ, યોગા અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓ પણ નર્સોની સાથે મળીને ભાગ લીધો હતો. નર્સિંગ ટીમના ઉત્સાહને જોઈ અને આ એક્ટિવિટીમાં ભાગ લઇ દર્દીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. જે દર્દીઓ રમી ન શકતાં હતા તેવા દર્દીઓએ પણ આ કાર્યક્રમ નિહાળીને આનંદ માણ્યો હતો.

નર્સો દર્દી અને ડોક્ટર વચ્ચેની ખૂબ જ મહત્વની કડી છે
નર્સો દર્દી અને ડોક્ટર વચ્ચેની ખૂબ જ મહત્વની કડી છે

નર્સો દર્દી અને ડોક્ટર વચ્ચેની મહત્વની કડી
દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે નર્સો દ્વારા આ ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો. GCS હોસ્પિટલના કોવિડ વિભાગમાં હાલ સુધીમાં 7 હજારથી વધુ કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જેમાં 285થી વધારે નર્સોએ ડ્યુટી કરી છે. નર્સો દર્દી અને ડોક્ટર વચ્ચેની ખૂબ જ મહત્વની કડી છે. જેઓ 24 કલાક દર્દીઓની સેવામાં હોય છે. આથી નર્સોને દર્દી પોતાની મૂંઝવણ વિના સંકોચે જણાવતા હોય છે.

નર્સો દર્દીના આત્મીયજનની જેમ સારસંભાળ રાખે છે
નર્સો દર્દીના આત્મીયજનની જેમ સારસંભાળ રાખે છે

નર્સો દર્દીની આત્મીયજનની જેમ સારસંભાળ રાખે છે
કોરોના સંક્રમિતની પડખે જ્યારે હોસ્પિટલમાં તેના કોઇ સ્વજનો પરિજનો નથી હોતા ત્યારે નર્સો દર્દીના આત્મીયજનની જેમ સારસંભાળ રાખે છે. તે બદલ દર્દીઓએ પણ નર્સોનો તેમની સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. GCS હોસ્પિટલે NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રીલેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજસેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવાદરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...