વિરોધ યથાવત:અમદાવાદના જુહાપુરામાં નૂપુર શર્માના વિરોધમાં રેલી માટે લોકો ભેગા થયા, પોલીસે વિખેરી 48ની અટકાયત કરી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
નૂપુર શર્માના સમર્થનમાં નીકળેલી રેલીની તસવીર - Divya Bhaskar
નૂપુર શર્માના સમર્થનમાં નીકળેલી રેલીની તસવીર
  • સાંજે નૂપુર શર્માના સમર્થનમાં નીકળનારી રેલીને પોલીસે મંજૂરી ન આપી
  • ભારત પાર્લર પાસે બપોરે 12 વાગ્યાથી મહિલા, બાળકો સહિત લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં
  • ​​​​​​​280 પોલીસ જવાનોએ વિસ્તારને કોર્ડન કરી રેલી કાઢતાં અટકાવ્યાં
  • ​​​​​​​રવિવારે રેલી કાઢવાના મેસેજ શનિવારે રાતે સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા

ભાજપના નેતા નૂપુર શર્માના મોહમ્મદ પયગંબર વિરુદ્ધ કરાયેલા નિવેદનનો વિવાદનો ગુજરાતમાં વિરોધ વધી રહ્યો છે. આજે બપોરે જુહાપુરા વિસ્તારમાં નૂપુર શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે વેજલપુર અને સરખેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રેલીના પગલે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી મુસ્લિમ આગેવાનોને સમજાવી પરત મોકલ્યા હતા.

ટોળામાં સામેલ મહિલાઓની પણ અટક
રેલીના મેસેજ ફરતાં થતાં ઝોન-7 ડીસીપી બી.યુ. જાડેજાએ સરખેજ, જુહાપુરા, ફતેવાડીના આગેવાનો સાથે મીટિંગ કરી હતી, પણ તેમ છતાં લોકો ભેગાં થતાં મહિલા સહિત લોકોની અટક કરાઈ હતી.

પોલીસે સ્થળ પર પહોંચીને ટોળાને વિખેર્યું
ઝોન-7 ડીસીપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એક મેસેજ વાયરલ થયો હતો કે જુહાપુરા ભારત પાન પાર્લરથી જવાનપુરા ચાર રસ્તા સુધી એક રેલીનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય, જેથી મહિલાઓ અને પુરુષો આજે બપોરે મોટી સંખ્યામાં જુહાપુરા ખાતે પહોંચ્યા હતા. જેથી પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને લોકોને વિખેરી નાખ્યા હતા. જે મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો તે ફેક મેસેજ હતો. કોઈ પણ સંગઠન દ્વારા રેલીનો મેસેજ કરવામાં આવ્યો ન હતો. લોકોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ આવા મેસેજ પર લોકો ધ્યાન ન આપે અને આવી રેલીઓમાં ન જોડાય. હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિ છે.

પોલીસે મુસ્લિમ આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો
પોલીસે મુસ્લિમ આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો

શાહપુરમાં નૂપુર શર્માના વિરોધમાં રેલી કાઢવા એકઠી થયેલી મહિલા, કિશોર સહિત 350 સામે ગુનો નોંધાયો
નૂપૂર શર્માની ધરપકડની માગણી સાથે 10મી જૂને સાંજે 4.30 વાગ્યે મહિલા, પુરુષ અને કિશોરો મિરઝાપુરના ત્રણ ખૂણિયા બગીચા ખાતે ભેગા થયાં હતાં અને ત્યાંથી તેઓ રેલી કાઢવાના હતા. જોકે પોલીસે બળપ્રયોગ વાપરી ટોળાને વિખેરી દીધું હતું અને રેલી કાઢવા દીધી ન હતી. આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં કુલ 350 લોકો સામે ગુનો નોંધાયો છે.

બીજી તરફ સમર્થનમાં રેલીને મંજૂરી ન મળતાં સભા યોજી
નૂપુર શર્માના સમર્થનમાં રેલી કાઢવાની મંજૂરી ન મળતાં ચાંદખેડાના વિશ્વકર્મા મંદિર હોલમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યુંં હતું, જેમાં પૂર્વ આઈપીએસ ડી. જી. વણઝારા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નૂપુર શર્માના સમર્થનમાં નીકળનાર રેલીને પોલીસે મંજૂરી ન આપી
બીજી તરફ અમદાવાદમાં આજે સાંજે નૂપુર શર્માના સમર્થનમાં પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નારી ગૌરવ સુરક્ષા સમિતિ દ્વારા નૂપુર શર્માના સમર્થનમાં નારણપુરા સરદાર પટેલની પ્રતિમાથી ગાંધી આશ્રમ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને લોકો જોડાશે. જો કે નારણપુરા પોલીસે આ રેલીને મંજૂરી આપી નથી. મંજૂરી ન મળતા સાંજે ચાંદખેડામાં વિસત-ગાંધીનગર હાઇવે પર વિશ્વકર્મા મંદિર પાસે પ્લે કાર્ડ અને બેનરો સાથે વિરોધના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે.

ત્રણ શખ્સની અટકાયત
નૂપુર શર્માના વિવાદિત નિવેદનને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે અમદવાદમાં પણ અનેક જગ્યાએ નૂપુર શર્માનો વિરોધ થઈ રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં રોડ પર નૂપુર શર્માના પોસ્ટર પણ લાગ્યા છે. હજુ પણ શહેરમાં માહોલ ગરમ છે અને પોલીસ પણ સક્રિય છે. તેમજ ચેકીંગ તથા પેટ્રોલિંગ વધારી દીધું છે ત્યારે ગઈકાલે રાતે જમાલપુર વિસ્તારમાં 3 શખ્સો નૂપુર શર્માનો વિરોધ કરવા પોસ્ટર લગાવવાના છે, જે અંગે પોલીસને જાણ થતાં ગાયકવાડ હવેલી પોલીસ ત્રણેય શખ્સોની તેમના ઘરેથી અટકાયત કરી છે. પોલીસે ત્રણેયની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.ત્રણેયને અટકાયત કરીને પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.

રાજકોટમાં રોડ પર નૂપુર શર્માના પોસ્ટર્સ ચોંટાડ્યા
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે. રાજકોના રૈયા રોડ પર આઝાદ ચોકમાં રસ્તા પર ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કિસાનપરા ચોક અને આમ્રપાલી અંડરબ્રિજમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર ગત મોડી રાત્રે લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટરમાં નૂપુર શર્માના ફોટો પર ફૂટ પ્રિન્ટ પણ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...