કોરોનાવાઈરસ / 'ધમણ 'વિવાદ વચ્ચે કોરોનાના વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 73 સુધી પહોંચી

'ધમણ ' વેન્ટિલેટરની ફાઇલ તસવીર.
'ધમણ ' વેન્ટિલેટરની ફાઇલ તસવીર.
X
'ધમણ ' વેન્ટિલેટરની ફાઇલ તસવીર.'ધમણ ' વેન્ટિલેટરની ફાઇલ તસવીર.

  • છેલ્લા 8 દિવસમાં ગુજરાતમાં કોરોનાના વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા 38થી વધીને 73 થઇ
  • ગત 17મી મેના દિવસે 38 દર્દી વેન્ટિલેટર પર હતા

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 07:17 AM IST

અમદાવાદ. એક તરફ એકલા અમદાવાદમાં જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજાર થઇ છે તો બીજી તરફ દેશની બનાવટના 'ધમણ ' વેન્ટિલેટરને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કોરોનાના વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા પણ વધીને 73 સુધી પહોંચી ગઈ છે.
8 દિવસમાં વેન્ટિલેટરના દર્દી 38થી વધીને 73 થયા
ગત 17મી મેના દિવસે 38 દર્દી વેન્ટિલેટર પર હતા અને આજે એ દર્દીઓની સંખ્યા વધીને 73 સુધી પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે દેશી બનાવટના 'ધમણ ' વેન્ટિલેટરનો વિવાદ સર્જાયો છે. ત્યારે ગુજરાતની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાની સંખ્યા વધતી ગઈ છે. છેલ્લા 8 દિવસમાં ગુજરાતમાં કોરોનાના વેન્ટિલેટરના દર્દી 38થી વધીને આજે 73 દર્દી વેન્ટિલેટર પર છે.
19મી એ 49 દર્દી વેન્ટિલેટર પર હતાં
ગુજરાતમાં ‘ધમણ’ વેન્ટિલેટર નો વિવાદ ઉભો થયો પછી એટલે કે 17 મેથી વેન્ટિલેટર પરના દર્દી ઉત્તરોત્તર વધી રહ્યાં છે. જેમાં 17 મી એ 38, 18મી એ પણ 38 હતા તે પછી 19મી એ 49 દર્દી, 20મી એ 47, 21મી એ 52 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યારે 22મી એ આ દર્દીની સંખ્યામાં 11નો વધારો થઈને 63 થઈ ગઈ હતી. જ્યારે આજે 23મી મેના રોજ વેન્ટિલેટર પરના દર્દીનો આંકડો વધીને 73 થયો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી